પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આવતીકાલથી ભગવાન માધવરાય અને માતા રુક્મિણીજીનો ભવ્ય લગ્નોત્સવ અને લોકમેળો શરૂ થવા જઈ રહ્યો છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના અનેક મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. આ ઉપરાંત મેળામાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે. જેમાં રાજ્યના પીઢ લોક કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરીને લોકોનું મનોરંજન કરશે.વધુ વાંચો

માધવપુર ગામમાં મેળાના સંપૂર્ણ આયોજનને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સાથે મેળામાં આવનાર તમામ લોકો માટે એસી ડોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. માધવરાયજીના લગ્નની કંકોત્રી ધૂળેટીના દિવસથી લખાઈ છે. કંકોત્રી લખાયા બાદ લોકો મેળાની આતુરતાથી રાહ જુએ છે. સમગ્ર માધવપુર ગામ ભક્તિના રંગમાં રંગાઈ જાય છે અને મામેરાથી લઈને લગ્ન સુધીની તમામ વિધિઓમાં ઉત્સાહભેર ભાગ લેતા જોવા મળે છે.

જો કે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા માધવપુરનો પ્રવાસન સ્થળ તરીકે સમાવેશ કર્યા બાદ પણ ગામનો પુરતો વિકાસ થયો ન હોવાની સ્થાનિક લોકોમાં લાગણી છે. રાષ્ટ્રીય કક્ષાના મેળામાં દૂર-દૂરથી અનેક પ્રતિષ્ઠિત મહેમાનો આવવાના હોય છે ત્યારે ગામના અનેક વિસ્તારોમાં પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવતી નથી. તંત્ર ભાંગી પડતું હોવાનું નેતાઓ રટણ કરી રહ્યા છે.વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.