girnar

મને વિચારે ચડેલો જાણી ગયેલા બાપુ વાંચન અટકાવી મારા સામે જોઈ હસી ને બોલ્યા રાવલ સાહેબ ! આપણી પ્રાચીન પરંપરા શાશ્વત છે. એ પરંપરા આજે પણ ચાલુ છે.” વધુ વાંચો

મને લાગ્યું કે મારી શંકાને બાપુ જાણી ગયા છે અને આ શંકાના અનુસંધાને તેઓ આગળ બોલ્યા પણ ખરા,વધુ વાંચો

આજે પણ આવા યોગીઓ આપણી ભારતભૂમિમાં છે. હા, એટલું ખરું કે કલિયુગની અસરને કારણે આવા સિદ્ધયોગીઓનું પ્રમાણ જૂજ છે, છતા ઘણાં છે, મેં દર્શન કર્યા છે.” વધુ વાંચો

આપે દર્શન કર્યા છે ?” બાપુના શબ્દો સાંભળી મારું હૃદય આનંદથી સ્પંદિત થઈ ઊઠ્યું. આજ તો મારા જીવનનું ધ્યેય છે ને એટલા માટે જ અહીં ગિરનારના સાંનિધ્યમાં ધામા નાખીને પડ્યો છું. બાપુને એ ખબર છે, છતાં !” વધુ વાંચો

ધીરજ… !” મારા વિચારોને જાણી ગયેલા માધવાનંદજી બોલ્યા, ધીરજ – ધીરજના ફળ મીઠા છે. કહેવત છે, ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. હજુ તમારે ગંભીર બનવાની જરૂર છે. આ માટે પાત્રતા કેળવવાની હજુ થોડી વાર છે. ધીરજ રાખો, સમય આવ્યે બધું થઈ રહેશે. પાત્ર તો તમે છો જ, પરંતુ એ પાત્રની ક્ષમતા ધીમે ધીમે વધે તે જરૂરી છે. માત્ર ક્ષમતા વધારવાની જરૂર છે. બસ, જેમ અનુભવો વધતા જશે, તેમ તેમ ક્ષમતામાં વધારો થતો જશે. તમારા અંતઃકરણને બાહ્ય ભૌતિક પરિબળોની અસરથી અલિપ્ત કરી વધુ ને વધુ વિશુદ્ધ બનાવો. તમારો આત્મા જ તમને માર્ગદર્શન અને સૂચનો આપશે, તે પ્રમાણે કરતા રહેજો, તમે જે ઇચ્છો છો તે તમને સામેથી મળતું રહેશે. ખાસ યાદ રાખો, ઈશ્વર બધાંની ઇચ્છાઓ પૂરી કરે જ છે. ધીરજથી રાહ જુઓ, વધુ વાંચો

બધાં જ પ્રશ્નોનું સમાધાન થતું રહેશે.’ પછી થોડું અટકીને ગંભીરતાથી બોલ્યા, વધુ વાંચો

પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો, ગમે તેવા સંજોગો આવી પડે તો પણ ગભરાશો નહિ, વિપરીત સંજોગોમાં પણ તમારો આત્મા તમારો ગુરુ બનીને માર્ગદર્શન આપ્યા કરશે. આત્મવિશ્વાસપૂર્વક, ડર્યા વગર, ડગ્યા વગર શીઘ્ર નિર્ણય લઈ આગળ વધજો,’ વધુ વાંચો

પછી થોડું અટકીને કોઈ રહસ્ય બતાવતા હોય તેમ આગળ બોલ્યા, અને હાં ! તમે તો નસીબદાર છો. તમે પોતે જ જીવનભર કરેલી ગાયત્રી સાધના’ની પ્રચંડ શક્તિ ગોપિત રીતે તમારામાં પડેલી છે, તે હું જોઈ શકું છું. એ શક્તિ વડે જ તેના પ્રભાવથી તમારું રક્ષણ થતું રહેશે, ઉપરાંત અન્ય શક્તિની મદદ ! ખેર, એ વાતો પછીથી, થોડું આગળ વાંચન કરી લઈએ. જે મહત્ત્વનું છે.’ કહી બાપુએ આગળ વાંચ્યું વધુ વાંચો