જમી રહ્યા પછી નિયમ મુજબ હું ઉપલે માળે મારી રૂમ પર જતો રહ્યો હતો. બપોરે ત્રણ વાગે આરામ કરીને ઊઠીને મેં એ સાધુની તપાસ કરી, પરંતુ ક્યાંય તે જોવામાં આવ્યા નહિ. માધવાનંદજીને પૂછવાનો કોઈ અર્થ ન હતો, કારણ કે પૂછ્યા વગર જ કહેવા જેવી વાત તેઓ જાતે જ મને કહી સંભળાવતા અથવા સૂચના આપતા, છતાં જિજ્ઞાસા સંતોષવા મેં કોઠારી દાનબાપુને પૂછ્યું,
જમતી વખતે જે સાધુ હતા તે જતા રહ્યા કે શું ?” સાંભળીને દાનબાપુ હસીને બોલ્યા, “અહીં બધાને જમવાની છૂટ, પરંતુ બધાંને રોકાવાની છૂટ મળતી નથી.’ કહી તે જતાં જતાં બોલ્યા,
આમેય તે, ભાગ્યે જ કોઈ સાધુ અહીં રોકાવાનું પસંદ કરે છે, જમીને તે ચાલતી જ પકડે છે.’
‘હા, બરાબર છે.’ વચ્ચેથી મારી વાતને કાપતા દાનબાપુ ખૂબ હસીને બોલ્યા, આ પવિત્ર જગ્યા સાધુઓને જરૂર ગમે છે, પરંતુ અહીં ગાંજો ફૂંકવાની સખત મનાઈ છે. બીડી, તમાકુ કે કોઈ પણ પ્રકારના વ્યસનની બાપુને સખ્ત નફરત છે. મોટા ભાગના સાધુઓ ગંજેરી હોય છે, એટલે જમીને તુરત જ ચાલતી પકડે છે. આ નિયમ પળાવવા બાપુનું વલણ ખૂબ જ કડક છે. તેથી વ્યસની સાધુઓ અહીં રોકાવાનું પસંદ કરતાં નથી.’ કહીને દાનબાપુ ગૌશાળામાં જતાં રહ્યા.
મારી પાછળ બેઠેલ સાધુ આ એ જ સાધુ છે, તેની મને ખાત્રી થઈ ગઈ. મેં ફરી પાછળ ફરીને જોયું, પરંતુ ખુરશી ખાલી હતી, સાધુ ન હતાં. આશ્ચર્યના ભાવને દબાવીને મેં ચાલતા કાર્યક્રમમાં ધ્યાન કેન્દ્રિત કર્યું.
કાર્યક્રમ બાદ બધાં સંતોને એક મોટા હૉલમાં ફલાહાર માટે લઈ જવામાં આવ્યા. મેં ચોતરફ દૃષ્ટિ ફેરવી, પરંતુ પેલો સાધુ ક્યાંય દૃષ્ટિગોચર થયો નહિ. દરમિયાન માધવાનંદજીએ ઘણા મહંતો અને સાધુઓ સાથે મારો પરિચય કરાવ્યો. કાર્યક્રમ પૂર્ણ થતાં બધાંને પ્રણામ કરી અમે પેદલ ચાલતાં જ જગ્યા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં માધવાનંદજીએ કહ્યું,
આ બધા સાધુઓમાં માત્ર થોડા સાધુઓ જ સાચા અર્થમાં સાધુઓ છે. આ માંહેના કેટલાંક તો પોતાની જગ્યામાં બેસી દિવસ-રાત ગાંજો પી અને પિવડાવીને ‘શેકડી’ કરવામાં જ મશગૂલ રહે છે.’
પછી મારા ખભા પર હાથ મૂકી આગળ બોલ્યા,
સમજ્યા વગર, જાણ્યા વગર બધે જ ઊંડા ઊતરવા જતા ક્યારેક આથી વિપરીત
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: http://facebook.com/maragamnochoro
IG: http://instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••
#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu
-
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ