સોરઠની ધરામાં અનેક મહામ સંત થયા જેમાં જલારામ બાપાનો મહિમા અપાર છે. આજે જલારામ બાપની 222મી જન્મ જયંતિ છે ત્યારે તેમનાં જીવન વિશે એક વાત જાણીએ શ્રીજલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. વધુ વાંચો.

જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ ઈચ્છા ન હતી. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું. વધુ વાંચો.

૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના. લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા. વધુ વાંચો.

૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને “ગુરુ મંત્ર”, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે. વધુ વાંચો.

એક દિવસ એક સાધુ ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્ય વાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષમણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધુ કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. વધુ વાંચો.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …