બપોરનો ટાઇમ છે બાપુ ગાદીએ બેઠાં છે અને માંગણ ટેલીયા ઓને યથા શક્તિ દાન પરંપરા પ્રમાણે આપે છે તેમા એક બ્રાહ્મણ પરિવાર માથી વિધવા બહેન અને એની ત્રણ દિકરી ઓ સાથે આવેલ અને બાપુનાં શરણમાં પગે લાગી બાપુને વાત કરે છે કે બાપુ આ ત્રણેય દિકરીયુનાં હમણાં લગન લીધેલ છે એના બાપુ ની ગેર હાજરી છે તો આપ એના કન્યાદાન માટે કંઈક આપ આપો એમ કરી ખોળો પાથરી કાલાવાલા કરે છે વધુ વાંચો.

બાપુએ દસ દસ ની નોટનાં ત્રણ બંડલ આપ્યાં આલ્યો જાવ એટલે બેન બોલ્યા કે બાપુ કન્યાદાન દેવું છે એમ કરી પાછા બાપુ પાસે કાલાવાલા મંડીયા કરવા એટલે બાપુએ પાછા સો સો ની નોટ ના ત્રણ બંડલ આપ્યાં તોય બેન કહે અરે બાપુ કન્યાદાન દેવું છે આ નહી એટલે બાપુ ખીજાણા અને આંખુ વિછતાં વિછતાં ત્યાં હાજર ભીખાઆતા મેરને કહે આને કાઢો બહાર અને હાલો પંગત પડી ગય છે મારે પંગતમાં બેસવાનું છે વધુ વાંચો.

હા ના મા કાય સમજે નહી ને હાલો ઉઠો બધા એમ કહી પોતે ઉભા થય ગયા પેલા બેનની આંખમાંથી ટપક ટપક આંસુ પડવા લાગ્યાં એ બાપુથી જોવાણા નહી અને ખીચામા હાથ નાખી સોનાની ત્રણ વીંટીયુ તોડા જેવી કાઢી વાહે હાથ રાખી બેનના હાથમા ટપક કરતી મુકી દીધીયુ અને પંગતમાં જમવા વહ્યા ગયા એટલે બાપુ તનની જાણે મનની જાણે જાણે જનની ની કૂંખ વધુ વાંચો.

બાપુ તરફથી બેનને તેત્રીસ હજાર રોકડા અને કન્યાદાન નિમિત્તે ત્રણેય દિકરીયુને એક એક વીંટીયુ મળતા ત્રણેય દિકરી અને માતાએ રાજીપો વ્યક્ત કરતાં હરખનાં આંસુએ હસતાં મુખે બાપુનાં આશિવાઁદ લય વિદાય લીધેલ આ પ્રસંગ મે મારી નજરે જોયેલ છે પૂ.બાપુનાં સંભારણા સાથે તેમનાં ચરણોમાં કોટી કોટી વંદન પ્રણામ કરીએ વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.