આ ફોન મહારાષ્ટ્રની નાગપુર પોલીસને આવ્યો, આ એક ફોને નાગપુર અને મુંબઈ પોલીસની ઊંઘ હરામ કરી નાખી. જણાવી દઈએ કે મુકેશ અંબાણી, અભિનેતા ધર્મેન્દ્ર અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ઘરની બહાર બોમ્બ મૂકવામાં આવ્યો છે. મંગળવારના દિવસે એક ફોન કોલ આવ્યો અને હોબાળો મચ્યો હતો. તમને જણાવી દઈએ કે ગત દિવસે મહારાષ્ટ્રની નાગપુર પોલીસને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે કહ્યું હતું કે તેણે મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને અભિનેતા ધર્મેન્દ્રના ઘર પાસે બોમ્બ પ્લાન્ટ કર્યો છે. જેના કારણે પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. વધુ વાંચો.
સમાચાર અનુસાર, ફોન કરનારે એમ પણ કહ્યું કે પહેલા મુકેશ અંબાણીના બંગલા એન્ટિલિયામાં બ્લાસ્ટ થશે. આ અંગે નાગપુર પોલીસે મુંબઈ પોલીસને જાણકારી આપી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ બોમ્બ મળ્યો નથી. આ વ્યક્તિ વિશે કોઈ માહિતી બહાર આવી નથી. પોલીસ આ વ્યક્તિની સક્રિયતાથી શોધ કરી રહી છે.વધુ વાંચો.
આ મામલામાં મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન, અભિનેતા ધર્મેન્દ્ર અને તેમના પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભારતની જેમ અંબાણી પરિવારને વિદેશોમાં પણ Z+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, કોલ કરનારે એવો પણ ખુલાસો કર્યો છે કે આતંકી હુમલા માટે 25 આતંકીઓ મુંબઈના દાદર વિસ્તારમાં પણ પહોંચ્યા છે.વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.