રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે. રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં આ કપલની સગાઈની વિધિ થઈ હતી. અનંત અને રાધિકાની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈના સમાચારને સમર્થન આપ્યું હતું. પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અનંત અને રાધિકાનો ફોટો પોસ્ટ કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં સગાઈ સમારોહ માટે અનંત અને રાધિકાને અભિનંદન. ભગવાન શ્રીનાથના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે.
અનંત અને રાધિકા ઘણા વર્ષોથી એકબીજાને સારી રીતે ઓળખે છે. આજે તેમના બંને પરિવારોએ રાધિકા અને અનંતના સગાઈ સમારોહમાં હાજરી આપી હતી અને તેમની નવી સફરની શરૂઆત માટે તેમને શુભેચ્છા પાઠવી હતી.આ કપલની સગાઈની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
કોણ છે રાધિકા મર્ચન્ટ?
અનંત અંબાણી મુકેશ અંબાણીના નાના પુત્ર છે. રાધિકા વિરેન અને શૈલા મર્ચન્ટની દીકરી છે. તેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રની ડિગ્રી સાથે સ્નાતક થયા. રાધિકા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને અંબાણી પરિવાર સાથે તેની સારી બોન્ડિંગ છે. તે વર્ષ 2018માં ઈશા અંબાણીની સગાઈમાં ડાન્સ કરતી જોવા મળી હતી.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••