emergency passport

ગુલબાઈ ટેકરા ખાતે આવેલી પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસની પ્રશંસનીય કામગીરી, તમામ કામકાજ અટકાવીને માત્ર 2 કલાકમાં અમેરિકામાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પિતાને પાસપોર્ટ મળી ગયો વધુ વાંચો

A step-by-step guide to applying for a passport

અમદાવાદના ગુલબાઈ ટેકરા ખાતે આવેલી પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસની કામગીરીના લોકો વખાણ કરી રહ્યા છે. અમેરિકામાં કાર અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકના પિતાને માત્ર 2 કલાકમાં પુત્રના અંતિમ સંસ્કારમાં જવા માટે પાસપોર્ટ ઓફિસે પાસપોર્ટ બનાવીને માનવતાનું મોટું ઉદાહરણ રજૂ કર્યું છે વધુ વાંચો

પુત્રના મોતથી પરિવારમાં શોક
મળતી માહિતી મુજબ, અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા જતીનકુમાર પટેલનો પુત્ર શ્રેય પટેલ (ઉંમર 23) અમેરિકા ભણવા ગયો હતો. શ્રેય મિત્રો સાથે ક્રિસમસ વેકેશનમાં અમેરિકા ગયો હતો. દરમિયાન, બરફના તોફાનના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. તેમના એકના એક પુત્રના મોતના સમાચારથી અમદાવાદના પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું વધુ વાંચો

પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીને રજૂઆત કરી
પુત્રના મૃત્યુ બાદ પિતા પાસે છેલ્લી વખત પુત્રનો ચહેરો જોવા અમેરિકા જવા માટે પાસપોર્ટ ન હતો. આથી જતિનકુમાર અને તેમના પરિવારના સભ્યો સોમવારે ગુલબાઈ ટેકરા ખાતે પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસ પહોંચ્યા અને પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી (RPO) વર્ષા મિશ્રાને મળ્યા. તેણે આરપીઓને રજૂઆત કરી હતી કે તેને યુએસ જવા માટે તાત્કાલિક પાસપોર્ટની જરૂર છે વધુ વાંચો

2 કલાકમાં પાસપોર્ટ બને
જે પછી તેણે વિદેશી સરકારી દસ્તાવેજો, પોલીસ અહેવાલો અથવા હોસ્પિટલના અહેવાલોને ધ્યાનમાં લીધા. જતીનકુમારે પ્રેઝન્ટેશન આપતાની સાથે જ માનવતા દાખવતા પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓએ અન્ય કામ છોડીને તાત્કાલિક નવા પાસપોર્ટ બનાવવાનું શરૂ કર્યું હતું. આ રીતે માત્ર બે કલાકમાં પાસપોર્ટ તૈયાર કરીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું છે વધુ વાંચો


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …