વર્ષ 2007માં રીલિઝ થયેલી, અક્ષય કુમારની ભૂ ભુલૈયા ભારે હિટ રહી હતી, જેમાં ભૂતિયા મહેલની વાર્તા લોકોને આકર્ષિત કરે છે.
હિન્દી સિનેમાની હોરર ફિલ્મોની વાત કરીએ તો અક્ષય કુમારની ભૂ ભુલૈયાનો ઉલ્લેખ ચોક્કસથી થશે. 2007માં રિલીઝ થયેલી શ્રેષ્ઠ મૂવીમાંથી એક જે જબરજસ્ત હિટ રહી હતી. આ ફિલ્મે બોલિવૂડને મંજુલિકાનું ભૂત આપ્યું પરંતુ આજે આપણે મંજુલિકા નહીં પરંતુ તે મહેલની વાત કરીશું જ્યાં મંજુલિકા રહેતી હતી. પરંતુ શું તમે જાણો છો કે આ મહેલ ખરેખર ક્યાં આવેલો છે? વધુ વાંચો.

જયપુરના ચોમુ પેલેસમાં શૂટિંગ થયું હતું
અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ 2007માં રિલીઝ થઈ હતી. જેમાં એક મોટી હવેલી અને તે હવેલીમાં બંધ એક ભૂતપ્રેતની વાર્તા બતાવવામાં આવી હતી. વાસ્તવમાં આ કોઈ હવેલી નથી પરંતુ એક મોટો મહેલ છે જે જયપુરથી એકદમ નજીક છે. આ મહેલનું નામ છે ચોમુ પેલેસ. જ્યારે ત્યાં ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે આ મહેલ સાથે જોડાયેલી ઘણી વાતો પણ સાંભળવા મળી હતી. ખાસ કરીને ત્યાં રહેતા લોકોએ તેમના વિશે એવી વાતો કરી કે લોકો ડરી ગયા. એવું કહેવાય છે કે શૂટિંગ દરમિયાન ઘણા લોકોને બીજા કોઈની હાજરીનો અહેસાસ પણ થયો હતો. વધુ વાંચો.

એટલું જ નહીં, ત્યારે લોકોએ એમ પણ કહ્યું કે આ મહેલના રાજાએ યુદ્ધ દરમિયાન વીરગતિ પ્રાપ્ત કરી હતી અને દુશ્મનોએ તેનો શિરચ્છેદ કર્યો હતો. લોકોના કહેવા પ્રમાણે, અહીં ઘણી વખત માથા વગરની વ્યક્તિ પણ જોવા મળી હતી. આ પેલેસમાં 25 દિવસ સુધી ફિલ્મ ભુલા ભુલૈયાનું શૂટિંગ ચાલ્યું અને જ્યારે ફિલ્મ પૂરી થઈ ત્યારે તે ખૂબ જ સફળ રહી. આ પછી તેનો આગામી ભાગ ભોલા ભુલૈયા 2 પણ 2022માં રીલિઝ થયો હતો, જેને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.