દારૂ અને તમાકુની બદી સામે બનાસકાંઠાની ડોડગામ ગ્રામ પંચાયતની લાલ આંખ….. દારૂ વેચનારાને 51 હજાર અને ગુટખા-તમાકુ વેચનારાને 11 હજારના દંડનો નિર્ણય…. વધુ વાંચો.
વિકસતા ગુજરાતમાં ચારેતરફ દેખાતી પાનની પીચકારીઓ કાળી ટિલ્લી સમાન છે. પાનમાવા ખાઈને થૂંકવું એ ગુજરાતની એક ઓળખ બની ગઈ છે. ગુજરાતીઓ આ માટે વિદેશોમાં પણ બદનામ છે. ગુજરાતની લગભગ દરેક ઈમારત, ખાલી દીવાલ પર પાનની પીચકારીઓ જોવા મળે છે. નવી નક્કોર બિલ્ડીંગ બન્યાના થોડા દિવસો બાદ તેની શકલ બદલાઈ જાય છે. આવામા બનાસકાંઠાના એક નાનકડા ગામે આવકારદાયી નિર્ણય લીધો છે. આ ગામની પંચાયતે ગામમાં દારૂ અને ગુટકા વેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલુ જ નહિ, દારૂ-ગુખવા વેચનારને માતબર રકમનો દંડ ફટકારવાનો પણ નિયમ બનાવ્યો છે. જો આવો દંડ હશે તો ગુજરાતના દરેક શહેર-ગામમાં લગાવવામાં આવે તો, ગેરેન્ટી આપીને કહીએ કે, ગુજરાતના ખૂણે ખૂણે પાનની પીચકારીઓ નહિ જોવા મળે.વધુ વાંચો.
બનાસકાંઠાના ગામની પહેલ

બનાસકાંઠાના થરાદ તાલુકાના ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં દારૂ અને ગુટકા વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ડોડગામની પંચાયત દ્વારા એવા નિર્ણયો લેવાયા છે કે, જેનાથી ગામમાંથી વ્યસનમુક્તિ થાય. ગામમાં વ્યસનની બદી દૂર કરી શકાય છે. ડોડગામમાં તારીખ 1, માર્ચ, 2023 લેવાયેલા તમામ નિયોમો અમલ કરવા ગ્રામ પંચાયતે નોટિસ બનાવી છે. તો સાથે જ તેને તોડવા પર કડકમાં કડક દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.વધુ વાંચો.
કયા કયા નિયમો બનાવાયાવધુ વાંચો.
જો કોઈ શખ્સ ગામમાં દારૂનું વેચાણ કરતા પકડાય તો 51000 રૂપિયા દંડ કરાશે
જો કોઈ દારૂ લઈ જતા પકડાય તો 5100 રૂપિયા દંડ કરવામાં આવશેવધુ વાંચો.
જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલ પકડાય તો પોલીસને સોંપવો અને ગામ લોકોએ જામીન પણ આપવા નહિ
ગુટકા અને તમાકુ વેચાણ કરનારને 11000 રૂપિયાનો દંડવધુ વાંચો.
શાળા છૂટવા કે શરૂ થવાના સમયે અન્ય છોકરાઓ શાળા પાસે ઉભા રહેશે તો 1100 રૂપિયાનો દંડ
ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાવેલ દંડની રકમ ગો શાળામાં અપાશેવધુ વાંચો.
ડોડગામ પંચાયત દ્વારા બનાવાયેલા તમામ નિયમો આવકારદાયક છે. ગુજરાતને સ્વચ્છતાના રસ્તે લઈ જવુ હોય તો ડોડગામે બનાવેલા નિર્ણયો સામુહિક રીતે અપનાવવા જોઈએ. તો જ ગુજરાતને પાનની ગંદી પિચકારીઓથી મુક્ત કરી શકાય છે.વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.