મામેરૂ એટલે સાસરિયામાં પ્રસંગ વખતે દીકરીને અપાતી ભેટ. આ જગતમાં કુંવરબાઈ જેવું મામેરું આજ સુધી ક્યારેય નથી ભરાયું. જગતનો નાથ જેનું મામેરું ભરે તેની તોલે કોણ આવે? ચાલો અમે આપને જણાવીએ કે, આ મામેરામાં શ્રી કૃષ્ણ ભગવાને શું શું કુંવર બાઈને આપ્યું હતું. કુંવરબાઈના સાસુએ એક પત્રમાં મામેંરાની યાદી અપાવી હતી, આ મામેરામાં શું શું લખ્યું હતું એ જણાવીએ. વધુ વાંચો.

કુંવરબાઈના વડ સાસુએ કુંવર પાસે પત્રમાં લખાવ્યું કે,

લખો પાંચ શેર કકું જોઈએ,

શ્રીફળ લખો સેં સાત;

વીસ મણ વાંકડિયાં ફોફળ,

મળશે મોટી નાત.

લખો પછેડી પંદર કોડી,

પટોળા પચાસ;

ધોતિયાં બ્રાહ્મણને જોઈએ, લખો કોડી ત્રીસ.

બે કોડી જરકસની સાડી,

રેશમની કોડી બાર; સાદી સાડી

લખો ત્રણસેં, છયલ લખો સેં ચાર.

હજાર બારસેં લખો કાપડં

, લોક કરે બહુ આશ,

સોળસેં લખો શેલાં સાળુ,

તેલ પાનનો શો આંક?

આશરા પડતું અમે લખાવ્યું,

બાપ તમારો રાંક;

સહસ્ત્ર મહોર સોનાને રોકડી,

કહેતાં પામું ક્ષોભ;

અમો ઘરડાંએ ધર્મ લખાવ્યું ન ઘટે ઝાઝો લોભ;

એ લખ્યાંથી અદકું કરો,

તો તમારા ઘરની લાજ.”

તવ મુખ મરડી નણદી બોલી,

“ સિધ્ધ થયાં સહુ કાજ. ભારે મોટા બે પહાણ

લખોને જે મહેતાથી અપાય!”

અને આમ હૈયું થથરી જાય એવી યાદી કુંવરબાઈની વડસાસુએ લખાવી. પછી એ બોલ્યાં, ”આપને તો ઘરડાં કહેવાઇએ. જે સાચું છે તે લખાવ્યું.વલી તમારો બાપ તો, કુંવરવહુ, ગરીબ માનસ !… એને આનાથી વધારે શું લખાવાય? આટલાથી વધારે પહેરામની જો કરશો, તો તમારી લાજ વધશે.” એટલે નણદી મોઢું મરદીને તિરસ્કારથી બોલી, “હા, દાદીમા ! હવે આપનાં બધાંયે કાજ, બધાયે કોડ પૂરાં થવાનાં !” પછી એ રોશથી બોલી, “એનાં કરતાં તો બે મોટા પથરાયે સાથે સાથે લખાવી દો ને કે મહેતાથી અપાય “છાની રહે, છોકરી!વધુ વાંચો.

ડોસીએ કટાક્ષથી કહ્યું, “બૂમાબૂમ શાની કરે છે? મહેતાએ કહ્યું તેથી આટલું લખાવ્યું. એમાં લખવામાં આપણું શું જાય છે?” પહેરામણીની યાદીનો કાગળ લઇને કુંવરબાઇ તો ધ્રૂજતી ધ્રૂજતી પિતા પાસે ગઇ.”હાય હાય !ડોસીએ તો ડાટ વાળ્યો. વડસાસુ મારી ખરેખરી વેરણ થઇ !” એમ મનમાં બોલતી બોલતી અને આંસુ છુપાવતી મહેતા પાસે જઇને એને કહ્યું,”પિતાજી ! હવે શું થશે?…. લખેશ્રીથીએ પૂરું ન પડે, એવું વડસાસુએ લખાવ્યું છે. અરેરે, હવે મારું શું થશે? તમારા જેવા સાધુજનને દુ:ખ દેવા જ જાણે મને સીમંત આવ્યું છે, પિતાજી !” કહી કુંવરબાઇ રડી પડી. “ડોસીએ તો હજાર સોનામહોરો માગી છે.વધુ વાંચો.

અને… અને કપડાંલત્તંનો તો કોઇ પાર જ નથી ! પિતાજી, તમે પાછા જતા રહો, અહીં રહેશો તો રહીસહી ઇજ્જત પણ જતી રહેશે.” “ના, દીકરી, ના !’ મહેતાજીએ કુંવરબાઇને આશ્વાસન આપતાં કહ્યું.”તું એમાં ગભરાય છે શા માટે? સારું થયુ6 ડોસીએ આટલું બધું લખાવ્યું તે ! રડ નહિ, બેટા ! મારો શામળિયો બધું પૂરું પાડશે. એને ત્યાં શી ખોટ છે?” પછી એ ખૂબ શ્રધ્ધાથી બોલ્યા, “ઘેર જા, બેટા ! ભગવાન પર વિશ્વાસ રાખજે. અને જો શ્રીહરિ આપણને સહાય નહિ કરે, તોએનો ઉપહાસ થશે- એમાં આપણું શું જશે/ દ્રૌપદીનાં નવસો ને નવ્વાણું પટકૂળ એણે જ અણીને વખતે પૂરાં પાડ્યાં હતાં ને ?વધુ વાંચો.

એવો મારો નાથ આપની વહારે નહિ આવે?…. અને બેટા, તું તો વૈષ્ણ ભક્તની દીકરી છે.હૈયામાં ધરપત રાખો. ત્રિભુવનને પાલનારો આપનનેયે તારશે.” પિતાની વાણી સાંભળીને કુંવરબાઇને પણ વિશ્વાસ આવ્યો કે ભગવાન જરૂર ભક્તની લાજ રાખશે અને ત્યાંથી વહેલી વહેલી એ શ્રધ્ધાભર્યા હૈયે પોતાને ઘેર ગઇ.વધુ વાંચો.

મંડપમાં સમસ્ત નાગર ન્યાતનાં નરનારીઓ એકઠાં થયાં છે. પુરુષો ઉત્તમ વસ્ત્રો પહેરીને પધાર્યા છે. સ્ત્રીઓ મૂલ્યવાન સાડીઓ અને શનગાર ધારણ કરીને આવી છે. ત્યાં નરસિંહ મહેતા બંને હાથમાં કરતાળ પકદીને હરિગુન ગાતા ગાતા આવ્યા. સાથે એમનાં વેરાગીઓ ને વેરાગનો પન છાપાં, તિલક અને તુલસીમાળા ધારણ કરીને ભગવાનના ગુણગાન ગાઇ રહ્યા છે. મહેતાજીએ ગદ્ ગદ કંઠે ગાવા માંડ્યું: “ હે નંદકુમાર ! તું મારી સહાય કરજે. હે પ્રભુ ! કુંવરબાઇ તો તારી પુત્રી છે. એ તારે આશરે છે. મારા જેવા દીનહીન અને દુર્બળથી સો અર્થ સરે તેમ છે, કૃપાનાથ ? બિચારી પુત્રીની ચિંતાનો પાર નથી. હવે વેળા વીતી જાય તે પહેલાં આવો, નાથ !…. અને હવે નહિ આવો, હે સુંદરશ્યામ, એમાં મારી નહિ, તમારી લાજ જવાની છે !વધુ વાંચો.

ક્તની ભીડ જાનીને ભગવાન એની વહારે ધાયા. એમણે કોઇ મોટા વણિક વેપારીનું રૂપ ધારન કર્યું. લક્ષ્મીજી શેઠાણી થયાં. સાથે નંદ,સુનંદ અને ગરુડે પન વાણોતર બનીને માથે વસ્ત્રોની ગાંસડીઓ ઊંચકી લીધી. પછી, સોનેરૂપે ઘડાવેલી અને હીરામોતીએ જદાવેલી વહેલમાં બેસીને દેવોનાયે દેવ ભગવાન શ્રીકૃષ્ણ મંડપ આગળ આવી પહોંચ્યા. ભગવાનનો રથ મંડપના દ્વાર આગળ ઊભો રહ્યો. બધાં અંદરથી ઊતર્યા. આખી નાગરી ન્યાત આંખો ફાડીને એમને જોઇ રહી. પછી તો પ્રભુ ધીરગંભીર ચાલે મંદ મન્દ સ્મિત કરતા કરતા મંડપમાં પધાર્યા. ચૌદ લોકના નાથ પોતાના ભક્તને કારણે વેપારીના વેશે ખુલ્લે પગે આવી પહોંચ્યા હતા.એમણે માથે સુંદર પાઘડી બાંધી છે. વસ્ત્રો ઉપર કેસરના છાંટણાં કરેલાં છે. કાને હીરાજડિત કુંડળો લટકી રહ્યા છે….અરે, કાને એક લેખણ પણ છટાથી ખોસેલી છે ! અને નામ? … પ્રભુએ પોતાનું નામ દામોદર દોશી રાખ્યું છે. બંને હાથે, માલિમુક્તાથી ઝળકારા મારતી વીંટીઓવાળી આંગળીઓ વડે, એમણે ખેસના છેડા પકડ્યા છે. અને હળવે હળવે ચાલતા પ્રભુ નરસિંહ મહેતા તરફ જવા લાગ્યા. —પાછળ રૂપરૂપ્નાં અંબાર સમાં લક્ષ્મ્ઈજી—‘કમળા શેઠાણી’ જ તો ! –ચાલતાં હતાં. આખી સભા એમને જોઇને અવા થઇ ગઇ. આવું રૂપ !…વધુ વાંચો.

આવું તેજ !… આવા શણગાર !…. આવી ચાલ !…. જન્મારામાં કોઇએ જોયાં નહોતાં દાસદાસીઓથી વીંટળાઇને બંને જણને પોતાની સામે આવતાં જોઇને મહેતાજી તો સમજી ગયા. ભગવાનને ઓળખતાં ભક્તને શી વાર લાગે? અને ઊભા થઇને એ ભેટી પડ્યા. ભેટતાં ભેટતાં ભગવાને નરસિંહને કહ્યું, “જોજો, હં ! મારું નામ ન કહી દેશો !…. હવે તમારે જે આપવું હોય તે માંદો આપવા …. અને કરો કુંવરબાઇના કોડ પૂરા !” પછી હરિએ કમળાને કહ્યું, “જાઓ, શેઠાણી ! કુંવરબાઇને મળો અને એનાં બધાં જ દુ:ખ કાપો.” ”શેઠાણી’ કુંવરબાઇ પાસે ગયાં અને પ્રેમથી હૈયે ચાંપીને બોલ્યાં, “આમ આંસુ ભરીએ નહિ, મારી મીઠી !…..ક્યાં છે તારાં સાસુ ?” કુંવરબાઇ એમને પોતાની સાસુ પાસે લઇ ગઇ . કમળા શેઠાણીનું અપરંપાર દૈવી સૌંદર્ય નીરખીને આસપાસ ઊભેલી અનેક રૂપગર્વિતા નાગર સુંદરીઓનો અહંકાર ગળી ગયો. સાસુએ નમ્રસાદે એમને પૂછ્યું, “મહેતાજી સાથે તમારે શું સગપણ, શેઠાણીજી ?” જવાબમાં કોયલ જેવા મધુર સ્વરે શેટઃઆણી બોલ્યાં, “વેવાણ ! તમે અમને ન ઓળખ્યાં શું? તમે બ્રાહ્મણ અને અમે વાણિયા !… અમારે તો નરસિંહ મહેતાની ભારે ઓથ છે. એમનું ધન લઇને વેપાર ચલાવીએ છીએ.” પછી જરા હસીને એમણે કહ્યું, “મહેતાજીએ જેટ્લાં વસ્ત્રો લખાવ્યાં હતાં એ બધાં જ લાવ્યાં છીએ. અમે તો અહીં મોસાળું કરવા આવ્યાં છીએ, વેવાણ !વધુ વાંચો.

પછે એમણે નરસિંહ ભક્ત તરફ ફરીને મુખ મલકાવી કહ્યું, “મહેતાજી ! હવે પહેરામની શરૂ કરો. કોઇ રહી ન જાય એ જોજો !…. અને મારા સરખા તમારા વાનોતરને યોગ્ય બીજું જે કંઇ કામ હોય તે કહો !” એ સાંભલીને નરસિંહ મહેતાએ કુંવરબાઇને તેડાવી : ‘જુઓ, બેટા ! શામળિયાએ છાબ સોનૈયાથી ભરી દીધી છે. હવે આખીયે નાગરી નાતને પહેરામણી કરવી છે. ફરીથી આવો અવસર અવવાનો નથી. જાઓ, દીકરી ! તમારાં સાસુજીને કહો કે બધાં તૈયાર થાય !” કુંવરબાઇ તો હર્ષથી નાચતા હૈયે સાસુજી પાસે ગઇ. આજે તેના આનંદનો પાર નહોતો. આજે તેના ગર્વનો પાર નહોતો. એના નિર્ધન ભક્ત પિતા, કોઇએ ક્યારેય ન કરી હોય એવી પહેરામણી કરવા બેઠા હતા. “સાસુજી !” એ બોલી, “જુઓ, પેલી છાબ ! જેત્લી જોઇએ તેટલી પહેરામણી માગી લેજો !…. અરે, લખ્યાથી પણ વધારે જોઇએ તો તેય માગજો…!” 03:41/1816 અને પછી તો કુટુંબનાં ગોર-ગોરાણી, કુંવરબાઇનાં સાસુ-સસરા, વર, જેઠ-જેઠાણી, દિયર-દેરાણી, નણદી વગેરેને સંતોષ થાય એટલું સુવર્ણ તથા વસ્ત્રાલંકારો આપવામાં આવ્યાં. છાબની પાસે બેઠા બેઠા ભગવાન મોટી મોટી ગાંસડીઓમાંથી જાતજાતનાં ને ભાત્ભાતનાં વસ્ત્રો સૌને વહેંચવા માંડ્યા. કોઇને મુગટા, કોઇને પીતાંબર, કોઇને જરકસી જામા, કોઇને પછેડી… ! જ્યાં કરુણાસિંધુ ભગવાન સ્વયં કૃપાનો વરસાદ વરસાવે, ત્યાં શી મણા રહે? અને ઘરેણાંય પાર વિનાનાં વહેંચવામાં આવ્યાં. બાજુબંધ બેરખા, વેઢ, વીંતીઓ; માળા, માદળિયાં , કંદોરા ને કંઠી, પહોંચી ને સાંકળી, કનકનાં કડાં, કુંડળ…! ભ્ગવાને સૌને ખોબે ખોબે આપ્યું. પછે આવ્યો સ્ત્રીઓનો વારો… ગજિયાણી સાડી, સાળુ, છાયલ, છીંત, પટોળાં, ઘાટદીઓ. ઘરચોલાં, મહ્સ્રૂના કમખા, પાટ, પીતાંબર, અતલસ, અંબર, જરકસી સાડી, ઓઢણીઓ…!વધુ વાંચો.

નાગર નારીએ ક્યારેય ન જોયાં હોય એવાં વસ્ત્રોની ત્યાં લૂંટ મચી રહી.વીંટી, ગળૂબંધ, ભમરી, શીશફૂલ, માળા…. આભૂષણો પન પાર વિનાનાં વહેંચવામાં આવ્યાં. દરેક સ્ત્રી અને પુરુષને પોતપોતાની મનગમતી વસ્તુઓ મળી. દરેક જણ મહેતાજીનાં વખાણ કરવા લાગ્યું. આખી નાગરી ન્યાત જ નહિ, પડોશીઓ અને પરન્યાતીલાઓને—અરે, દરેક ઘરના નોકર ચાકરને પન- જે જે જોઇતું હ્તું તે બધું મહેતાજીની પહેરામણીમાં થી મળ્યું…. અને કુંવરવહુના કોડ પૂરા થયા. એનું ભવનું મહેણું ભાંગ્યું. પ્રભુએ આમ પોતાના ભક્તની લાજ રાખી, એની શાખ વધારી. કોને મુગટા, કોને પીતાંબર, કોને શેલાં શનિયાં જી; વસ્ત્ર તણો વરસાદ વરશ્યો, જ્યાં દોશી કરુણાસિંધુ જી ! બાજુબંધ બેરખા અતિસુંદર, વેઢ, વીંટીઓ, છાપ જી; કોને કંદર ને કંઠી, પહોંચી, કોને સાંક્ળી માળ જી; કનક-કડાં ને કાને કુંડળ જડાવ ઝાકઝમાલ જી: પહેરામણી પુરુષોને કીધી, તેડ્યો અબળા-સાથ જી. ગંગાવહુને ગજિયાણી સાદી, સુંદરવહુને સાળુ જી; ગોરે અંગે સુંદર શોભે માંહે કાપડું કાલું જી; છબીલીવહુને છાયલ ભારે, ભાત તે રાતી ધોળી જી; શ્યામકુંવરને સોનેરી સાળુ, ગુણકુંવરને ઘરચોલું જી; લક્ષ્મીવહુને, લાછાવહુને, લાલવહુને પટોળું જી. છાબની પાસે છબીલો બેઠા, જે જોઇએ તે કાઢે જી; અતલસ પાંચપટા નવરંગી, આભૂષણ અપારજી: જડાવ-વીંતી સુંદર શોભે, તેજ તણો નહીં પાર જી. 04:11/2101 કોને અકોટી, કોને ત્રોટી, ગળુબંધ બહુમૂલ જી; કોને ભમરી, કોને સેંથો, ત્રસેંથિયાં શીશફૂલ જી. પન હજુયે પેલી યાદીમાંથી કાંઇક બાકી રહેતું હતું… ફેરામનીની આખી યાદી ઉતરાવ્યા પછી નણદીના વચન પ્રમાને એમાં બે પથરાઓ મૂકવાનું પન લખ્યું હતું… અને જતાં પહેલાં, અંતરધાન થતાં પહેલાં, ભગવાન એ પા’ના મૂકવાનું પણ ભૂલ્યા નહોતા. પન… એ બે પા’ના નક્ક્ર સુવર્ણના હતા ! સૌ વિસ્મય પામીને જ્યાં પેલાં ‘શેઠ-શેઠાણી’ હતાં ત્યાં જોઇ રહ્યાં. પન પોતાનું કાર્ય પૂરું કરીને એ તો જોતજોતામા6 અદૃશ્ય થઇ ગયાં હતાં. અંતે મહેતાજીએ હાથ જોડી સૌની ભાવપૂર્વક વિદાય માગી. અને પોતે આણેલી પેલી વહેલમાં કુંવરબાઇને બેસાદી વેરાગી—વેરાગણોના સંઘ સાથે એ જૂનાગઢ જવા વિદાય થયા.વધુ વાંચો.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …