આજકાલ કાળો દોરો પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એવા સમયમાં મોટાભાગના લોકો ગળા, હાથ અને પગમાં કાળો દોરો બાંધે છે. અંધશ્રદ્ધા અનુસાર કાળો દોરો પહેરવાથી ખરાબ નજરથી રક્ષણ મળે છે. આ સિવાય જ્યોતિષમાં તેને બાંધવાની બીજી પણ ઘણી રીતો જણાવવામાં આવી છે.
વાસ્તવમાં ઘણા લોકો સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે કાળો દોરો બાંધે છે. અને સાથોસાથ ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો કાળા દોરનું ઘણું મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બે રાશિ છે જેમણે ભૂલથી પણ કાળો દોરો ન પહેરવો જોઈએ. અન્યથા તેમને દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે.
આ બે રાશિના લોકો કાળો દોરો પહેરવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરી શકે છે. તો ચાલો જોઈએ કે કયા લોકોએ કાળો દોરો ન પહેરવો જોઈએ.
મેષ: મેષ રાશિના જાતકોનો સ્વામી મંગળ છે. આ પરિસ્થિતિમાં કાળો દોરો રાહુ અને શનિ બંને સાથે સબંધ ધરાવે છે. શનિ અને મંગળ વચ્ચે શત્રુતા છે. આવી સ્થિતિમાં મંગળની શુભ અસર સમાપ્ત થતાં જ રાહુનો પ્રભાવ શરૂ થઈ જાય છે, જે અશુભનું કારણ બને છે. એટલું જ નહીં, તે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓને પણ આમંત્રણ આપે છે.તેથી જ આ રાશિના લોકો માટે કાળો દોરો પહેરવો અશુભ માનવામાં આવે છે.
વૃશ્ચિક : મંગળ વૃશ્ચિક રાશિનો પણ સ્વામી છે. મંગળ કાળા રંગથી પ્રસન્ન થતો નથી. એટલા માટે ધ્યાન રાખો કે આ રાશિના લોકોએ પોતાના હાથ-પગમાં કાળો દોરો બિલકુલ ન બાંધવો જોઈએ. કારણ કે તેને નકારાત્મક અને અશુભ સંકેત માનવામાં આવે છે. કાળો દોરો બાંધવાના ફાયદા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો દોરો પહેરવાથી ન માત્ર બુરી નજરથી રક્ષણ મળે છે પરંતુ શનિ ગ્રહને પણ બળ મળે છે.
વાસ્તવમાં શનિનો સંબંધ કાળા રંગ સાથે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ કાળો દોરો પહેરે છે તો તેનો ગ્રહ શનિ પણ બળવાન બને છે. આ સિવાય દોરો તમારા આર્થિક સાથીને સારી કરવામાં પણ ઉપયોગી છે. માન્યતાઓ અનુસાર જમણા પગ પર કાળો દોરો બાંધવાથી ધનની કમી નથી રહેતી અને જીવન સુખ-સમૃદ્ધિ સાથે પસાર થાય છે.
કાળો દોરો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ લાભદાયક મને છે. બીજી તરફ જો અંગૂઠામાં કાળો દોરો બાંધવામાં આવે તો પેટ સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે.