ભાવનગર શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. શહેરમાં આજે બપોરે 35.8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાયું હતું જેથી ભાવેણાવાસીઓએ ચૈત્ર માસની ગરમીનો અહેસાસ કર્યો હતો. ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફ પવનની દિશા બદલાવાને કારણે ભાવનગર સહિત રાજ્યમાં તાપમાનમાં વધારો થવા લાગ્યો છે. જોકે, શહેરમાં લઘુત્તમ તાપમાન 16.1 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા એક સપ્તાહમાં તાપમાનમાં 7.7 ડિગ્રીનો વધારો થયો છે. વધુ વાંચો.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 5 ડિગ્રી વધીને 35.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. 20મી ફેબ્રુઆરી સુધીમાં શહેરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસમાં ગરમ અને સૂકા પવનની તીવ્રતામાં વધારા સાથે ઉનાળાના દિવસના તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની આગાહી કરી છે.વધુ વાંચો.

ભાવનગર શહેરમાં 24 કલાક પહેલા લઘુત્તમ તાપમાન 17.8 ડીગ્રી સેન્ટીગ્રેડ હતું તે આજે 1.7 ડીગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 16.1 ડીગ્રી સેન્ટીગ્રેડ થયું છે. જ્યારે શહેરમાં આજે સાંજે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. શહેરમાં ભેજનું પ્રમાણ સવારે 53 ટકા હતું જે સાંજે ઘટીને 13 ટકા થયું હતું. લઘુત્તમ અને મહત્તમ તાપમાનના તફાવતને કારણે શહેરમાં બપોરે ગરમી અને મોડી રાત્રે થોડી ઠંડકનો અનુભવ થાય છે. તેથી મિશ્ર સિઝન ચાલુ રહે છે.વધુ વાંચો.
મિશ્ર વાતાવરણના કારણે શરદી અને ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થયો હતો
હાલમાં સવારે અને રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. આ મિશ્ર વાતાવરણના કારણે શરદી, ઝાડા અને તાવના કેસો વધી રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી પડી હતી અને ભાવનગરમાં ઠંડા પવનો પણ ફૂંકાયા હતા.વધુ વાંચો.
જેના કારણે એક સપ્તાહથી સતત જીવલેણ ઠંડીનો અહેસાસ થયો હતો. હાલ તો ઠંડીનો પ્રકોપ ઓછો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવામાન વિભાગના અહેવાલ મુજબ 15 ફેબ્રુઆરી બાદ સૌરાષ્ટ્રમાંથી શિયાળાની વિદાય શરૂ થશે. તાપમાનમાં વધારાને કારણે યાર્ડમાં લીલા શાકભાજીની આવક ઘટી છે, તેથી ભાવમાં પણ વધારો થયો છે.વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.