ઈરફાન ખાને પોતે પોતાની અભિનય ક્ષમતાથી દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું અને તેમનું અકાળે અવસાન થયું. ઈરફાન ખાને 29 એપ્રિલ 2020ના રોજ અંતિમ શ્વાસલીધા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોક છવાઈ ગયો હતો.
હવે ઈરફાનનો પુત્ર બાબિલ પણ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે ક્વાલા નામની ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યો છે. બાબિલે કહ્યું કે સ્ટાર કિડ હોવા છતાં તેને બોલિવૂડમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે. એટલા માટે કોઈ તેમના પર સગાવાદ જેવા આરોપ ન લગાવી શકે. તેણે એમ પણ કહ્યું કે તેણે ક્યારેય કામ મેળવવા માટે તેના પિતાના નામનો ઉપયોગ કર્યો નથી. તેણે ઘણા ઓડિશન આપવા પડ્યા છે અને રિજેક્ટ પણ થયા છે. ઈરફાન ખાને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી લોકોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
બાબિલના માતા અને સ્વ. ઈરફાનની પત્ની પણ નથી ઈચ્છતી કે બાબિલ તેના પિતાની ઓળખ સાથે સિનેમામાં કામ કરે.
ઈરફાન ખાને પોતાના કરિયરમાં સફળ ફિલ્મો આપીને દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું, હવે સમય જ કહેશે કે તેના પુત્ર બાબિલનું કરિયર શું છે.