આ 5 ખૂબ સહેલા વર્લ્ડ રેકોર્ડ તમે પોતાના નામે કરી શકો છો !

લોકો પોતાનું નામ પ્રસિદ્ધ કરવા માટે ઘણા વર્ષો સુધી મહેનત કરે છે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કરાવે છે. ઘણા લોકોએ વર્ષો સુધી મહેનત કરતા હોય છે છતાં તે નિષ્ફળ જાય છે પરંતુ આપણે આજે એવા 5 વર્લ્ડ રેકોર્ડ વિશે જાણીશું જેને તોડવા ખૂબ સરળ છે અને તેના માટે કોઈ સ્પેશ્યલ ટ્રેનિંગની પણ જરૂર નથી, માત્ર થોડા દિવસોની પ્રેકટીસમાં જ વર્લ્ડ રેકોર્ડ તમે પોતાના નામે કરી શકશો તો ચાલો જાણીએ….

 

1. બૂમો પાડો વર્લ્ડ રેકોર્ડ મેળવો

શું તમે બૂમો પાડવામાં નિષ્ણાત છો? તમે કેટલી બૂમો પાડો છો એ વિશે લોકો તમને ટોકતા હશે પણ તમારી આ આદતનો ઉપયોગ કરી તમે એક વર્લ્ડ રેકોર્ડ તોડી શકો છો. જીલ ડ્રેક નામના માણસ દ્વારા સૌથી વધુ જોરથી બૂમો પાડવાનો રેકોર્ડ છે. તેણે 129 ડેસિબલનો અવાજ કાઢ્યો હતો. જો તમે અનુમાન લગાવવા માંગતા હો, તો આપણે સામાન્ય વાતચીત કરીએ તે 60 ડેસિબલની હોય છે અને એમ્બ્યુલન્સ સાયરનનો અવાજ લગભગ 120 ડેસિબલનો હોય છે.

 

2. ટી-શર્ટ પહેરો વર્લ્ડ રેકોર્ડ મેળવો

ખૂબ ઝડપી ટી-શર્ટ પહેરવાનો રેકોર્ડ ”ડેવિડ રશ” અને ”જેનિફર રશ” નામના લોકો છે. જાન્યુઆરી 2021 માં, બંનેએ 1 મિનિટમાં 35 ટી-શર્ટ પહેરીને એકસાથે સૌથી વધુ ટી-શર્ટ પહેરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જો તમે પણ વર્લ્ડ રેકોર્ડ તોડવા મંગા હોય તો આનો પ્રયાસ એક વખત જરૂર કરવો જોઈએ.

 

3. પાસ્તા ખાઈને વર્લ્ડ રેકોર્ડ મેળવો

જો તમે પાસ્તાના ચાહક છો તો આ તમારા માટે જ છે. ”મિશેલ લેસ્કો” હાલમાં સૌથી ઝડપી 1 બાઉલ પાસ્તા ખાવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે આ રેકોર્ડ 26.69 સેકન્ડમાં બનાવ્યો હતો. ખાવાના શોખીન લોકોમાં માટે આ રેકોર્ડ ખૂબ સામાન્ય કહી શકાય તેટલો સરળ છે.

 

4. તાળીયો પાડો વર્લ્ડ રેકોર્ડ મેળવો

શું તમે ક્યારેય વિચાર્યું છે તમે કેટલી ઝડપી તાળી પડી શકો ? સૌથી ઝડપી તાળીયો પાડવાનો રેકોર્ડ અમેરિકાના ”એલી બિશપ”ના નામે છે. તેમણે 1 મિનિટમાં 1,103 વાર તાળીઓ વગાડી હતી. આ રેકોર્ડ સાંભળીને થોડોક મુશ્કેલ લાગી શકે છે પરંતુ અશક્ય નથી થોડી પ્રેક્ટિસ દ્વારા આ રેકોર્ડ પણ પોતાને નામ થઇ શકે છે.

 

5. મોબાઈલમાં ફાસ્ટ ટાઈપિંગ કરો વર્લ્ડ રેકોર્ડ મેળવો

અત્યારે બધા લોકો સતત ફોનમાં વ્યસ્ત રહે છે અને પોતાના મિત્રો તથા પ્રિયજનો સાથે ચેટિંગ કરતા હોય છે જેથી દરેક માણસની ટાઈપિંગ કરવાની ઝડપ એટલી વધી ગઈ હોય છે કે તેને કીબોર્ડમાં જોવાની જરૂર પણ નથી પડતી, પણ શું તમે જાણો છો ઝડપી ટાઈપિંગ કરવાનો રેકોર્ડ કેટલો છે ? ટચ સ્ક્રીન પર A થી Z સુધીનો સૌથી ઝડપી સમય લખવાનો રેકોર્ડ ”ઝિયા યાન” ના નામે છે. તેણે આ કારનામું 3.91 સેકન્ડમાં કર્યું હતું. જો તમે પણ થોડી પ્રેક્ટિસ કરો તો આ વર્લ્ડ રેકોર્ડ તમારા નામે થાઉં શકે છ.