કરીના કપૂર અને સૈફ અલી ખાન
કરીનાએ તેના કરતા 10 વર્ષ મોટા સૈફે અલી ખાન સાથે 2012માં મેરેજ કર્યા હતા. કરીનાની ઉંમર 40 વર્ષની છે જયારે સૈફની ઉંમર 50 વર્ષની છે. એક ઈન્ટરવ્યુમાં સૈફ-કરીનાએ ઉંમરના અંતર વિશે કહ્યું હતું કે તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો. તેમનું બોન્ડિંગ મજબૂત છે. હવે તેઓ બે બાળકોના માતા-પિતા છે. અગાઉ 2016 માં, તે બંને તૈમૂરના માતાપિતા બન્યા હતા, જે ડિસેમ્બરમાં 4 વર્ષના થશે.
પ્રિયંકા ચોપરા-નિક જોનાસ
પ્રિયંકાએ 2018માં ઈન્ટરનેશનલ સિંગર નિક સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. 37 વર્ષીય પ્રિયંકાને 10 વર્ષ નાના નિકને પોતાનો જીવનસાથી બનાવવા માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણીએ સોશિયલ મીડિયા પર ટ્રોલીંગનો પણ સામનો કરવો પડ્યો હતો પરંતુ પ્રિયંકા અમેરિકામાં સુખી લગ્ન જીવન જીવી રહી છે.
શાહિદ કપૂર – મીરા રાજપૂત
શું તમે જાણો છો કે 39 વર્ષનો શાહિદ તેની પત્ની મીરા કરતા 14 વર્ષ મોટો છે? મીરા 25 વર્ષની છે. બંનેએ 2015માં એરેન્જ મેરેજ કર્યા હતા. હવે બંને બે બાળકો મીશા અને ઝૈનના માતા-પિતા બની ગયા છે.
સુષ્મિતા સેન-રોહમન શાલ
44 વર્ષની અભિનેત્રી સુષ્મિતા સેન એક્ટિંગ કરતાં તેના પ્રેમ સંબંધને લઈને વધુ ચર્ચામાં છે. તે 29 વર્ષના મોડલ રોહમન શોલને ડેટ કરી રહી છે જે તેના કરતા 15 વર્ષ નાની છે. રોહમન અને સુષ્મિતા લિવ-ઈનમાં રહે છે. બંને અવારનવાર વર્કઆઉટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.