જળ એ જ જીવન છે, આ વાત બેંગલુરુના લોકો માટે આજકાલ ખૂબ જ સાચી લાગે છે. ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખાતું આ શહેર હાલમાં ભયંકર જળ સંકટનો સામનો કરી રહ્યું છે.
ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખાતું બેંગ્લુરુ શહેર આજે ભયંકર જળ સંકટનો સામનો કરી રહ્યું છે. વધતી વસ્તી (12.8 મિલિયન) અને અપર્યાપ્ત પાણીના સંસાધનો એ સંકટના મુખ્ય કારણો છે. ખરાબ જળ સંચાલન, પાણીનો બગાડ, ગેરકાયદેસર જોડાણો અને 2023માં ઓછા વરસાદે આ સમસ્યાને વધુ ગંભીર બનાવી છે.
આ સંકટની ગંભીર અસરો શહેરમાં દેખાઈ રહી છે. ઘણા વિસ્તારોમાં પાણીનો પુરવઠો ઘટી ગયો છે અને ક્યાંક સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે લોકોને પીવાના પાણી માટે ટેન્કરો પર આધાર રાખવો પડે છે. પાણીની કિંમતમાં વધારો 300% જેટલો વધારો થયો છે અને ખેતી પર ખૂબ ગંભીર અસર પડી છે .
સંકટનો ઉકેલ શોધવા માટે ઘણા પગલાં લેવાની જરૂર છે. વરસાદી પાણીનો સંગ્રહ ફરજિયાત બનાવવો જોઈએ, જળ સંચાલનમાં સુધારો કરવો જોઈએ, પાણીનો બગાડ ઘટાડવો, ગેરકાયદેસર જોડાણો દૂર કરવા, અને નવા જળાશયો અને બંધો બનાવીને પાણીના સંસાધનોનો વિકાસ કરવો જોઈએ. લોકોમાં પાણી બચાવવા અંગે જાગૃતિ ફેલાવવા માટે ઝુંબેશ ચલાવવી જોઈએ અને સક્રિય સમુદાય ભાગીદારી દ્વારા સંકટનો સામનો કરવો જોઈએ. જો આ બાબતે યોગ્ય પગલાં ન લેવામાં આવે તો સમગ્ર દેશમાં આ ગંભીર સમસ્યા સર્જાય શકે છે.
પાણી એ પરમાત્માનો પ્રસાદ છે જેથી તેનો બગાડ ન કરો
”જળ એ જ જીવન છે”