સેનામાં સૈનિક તરીકે કામ કરતા યુવાનોનું સમાજમાં એક અલગ જ સન્માન છે, કારણ કે સૈનિકો પોતાના દેશની રક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મુકે છે. તો આજે અમે તમને ગુજરાતના એક એવા ગામ વિશે જણાવીશું જ્યાં યુવાનો આર્મી કે પોલીસમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે વધુ વાંચો
આ ગામ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનું મોટું ગામ છે. આ ગામના યુવાનો છેલ્લા 47 વર્ષથી સેના અને પોલીસમાં ફરજ બજાવી દેશની રક્ષા કરી રહ્યા છે, મોટા ગામની વસ્તી 6000 જેટલી છે અને આ ગામના 300 થી વધુ યુવાનો આર્મી અને પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે વધુ વાંચો
તેથી જ આજે ગામમાં પરિવાર દીઠ ઓછામાં ઓછો એક પુત્ર દેશની સેવા કરી રહ્યો છે, તેથી જ આ ગામને પુત્રોનું ગામ કહેવામાં આવે છે, 47 વર્ષના ઈતિહાસમાં ગામના 3 પુત્રો દેશ માટે શહીદ થયા છે. તેમની યાદમાં ગામમાં તેમનું સ્મારક પણ બનાવવામાં આવ્યું છે વધુ વાંચો
ગામડામાં બાળકનો જન્મ થાય છે ત્યારે તેને પહેલેથી જ એવું વાતાવરણ મળતું હોય છે કે તે આર્મી કે પોલીસમાં ફરજ બજાવવાનું સપનું જોઈને મોટો થાય છે. આ ગામના યુવાનો ખૂબ જ નાની ઉંમરે પોલીસ અને આર્મીમાં ભરતીની તૈયારી કરવા લાગે છે વધુ વાંચો
અને દર વર્ષે 2-3 કે તેથી વધુ યુવાનો આર્મી કે પોલીસ ભરતી માટે પસંદ કરવામાં આવે છે. આ ગામનો યુવક જ્યારે આર્મી કે પોલીસમાં સિલેક્ટ થાય છે ત્યારે ગામમાં ઉજવણીનો માહોલ જોવા મળે છે વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.