આપણે બધા જાણીએ છીએ કે કિંજલ દવે અને ગીતા રબારી ખૂબ જ લોકપ્રિય છે અને આ બંને ગાયકોને તેમના જીવનસાથી મળી ગયા છે, પરંતુ તેમાંથી કોઈ પણ હજી સુધી લાઇમ લાઇટમાં આવ્યું નથી.ખાસ કરીને કિંજલ દવે અને પવન જોશી બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

પવન જોશી એક વર્ષ પહેલા ચર્ચામાં આવ્યો હતો જ્યારે પવન જોશીએ પોતાનું ઘર ખરીદ્યું હતું. આ ઘરની પૂજામાં કિંજલ સહિત તેનો પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો. ખરેખર પવન જોશીનું ઘર પણ એટલું જ સુંદર અને વૈભવી છે. આ ભવ્ય અને આલીશાન ઘર જોઈને તમે પણ દંગ રહી જશો. ચાલો તમને પવન જોશી વિશે વધુ જણાવીએ.

કિંજલ દવે તેના મધુર અવાજ અને સ્ટાઈલ માટે સમગ્ર ગુજરાતમાં ફેમસ થઈ ગઈ છે. કિંજલ દવેનો પરિવાર મૂળ ઉત્તર ગુજરાતનો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી પરિવાર અમદાવાદમાં રહે છે. મિત્રો, જો તમે કિંજલ દવેના ચાહક છો, તો તમને ખબર હશે કે કિંજલ દવેની ગયા વર્ષે 2019માં સગાઈ થઈ હતી. તેણીની સગાઈ તેના બાળપણના મિત્ર પવન જોશી સાથે જેસંગપુરા ગામમાં થઈ હતી.

પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. પનવ જોષી મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો રહેવાસી છે. તેઓ અમદાવાદમાં બિઝનેસ કરે છે. પવન જોશીને મોડલિંગ ફોટોઝનો ખૂબ જ શોખ છે. જ્યારે પવન જોશીએ પોતાના સપનાનું આલીશાન ઘર ખરીદ્યું ત્યારે તેણે આ ઘરની પૂજાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ ઘર એટલું આલીશાન અને ભવ્ય છે કે તમે તેને જોઈને મંત્રમુગ્ધ થઈ જશો, ઈચ્છો કે તમારી પાસે પણ આવું ઘર હોય.