કોરોનાનું જોખમ હજુ ટળ્યું નથી, તેના નવા વેરિયન્ટ્સ અને સબ-વેરિયન્ટ્સ સામે આવી રહ્યા છે. આ સાથે કોરોનાના લક્ષણોમાં પણ બદલાવ આવી રહ્યો છે.વધુ વાંચો


TOI રિપોર્ટ અનુસાર, ચીનમાં આ ઘાતક વાયરસના કારણે છેલ્લા 35 દિવસોમાં 60 હજાર લોકોના મોત થયા છે, જેમાંથી 5503 લોકોના મોત શ્વસન સંબંધિત સમસ્યાઓના કારણે જ્યારે 54435 લોકોના મોત કોરોનાના કારણે થતી આંતરિક બીમારીઓના કારણે થયા છે.

હાલના સમયમાં ઓમિક્રોન (Omicron)સબવેરિયન્ટ XBB.1.5નો પ્રકોપ વધી રહ્યો છે. આ વેરિયન્ટ ચીન, અમેરિકા, યુરોપ સહિત ભારતમાં પણ પ્રવેશી ચૂક્યો છે. આ વેરિયન્ટને WHO દ્વારા ક્રૈકેન નામ (Kraken Variant news in Gujarati) આપવામાં આવ્યું છે. જે વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે અને અત્યાર સુધી 29 દેશોમાં જોવા મળે છે.વધુ વાંચો

કોરોના વાયરસ જે ઝડપથી પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે અને તેના નવા લક્ષણો સામે આવી રહ્યા છે તેટલી જ ઝડપથી કોરોનાના લક્ષણો (Covid Symptoms in Gujarati) પણ બદલાઇ રહ્યા છે. જે માત્ર તાવ, શરદી, ખાંસી કે શ્વાસ લેવામાં પરેશાની સુધી સીમિત નથી. હાલ કોરોનાનું નવું લક્ષણ છે જે મોટાંભાગના દર્દીઓમાં જોવા મળે છે.

​ભૂખ ઓછી લાગવી : કોરોના સંક્રમણના લક્ષણોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. નવા વેરિયન્ટના સામે આવવા અને વેક્સિન કવરેજ વધવાની સાથે સંક્રમણ સંબંધિત લક્ષણો પણ બદલાઇ રહ્યા છે. જો કે, કેટલાંક લક્ષણો હજુ પણ સામાન્ય છે જેમ કે, તાવ, સતત થાક, ગળામાં ખરાશ, ગંધ અને સ્વાદ પારખવાની ક્ષમતામાં ઘટાડો ઉપરાંત નવું લક્ષણ છે ભૂખ ઓછી લાગવી. હાલમાં કોરોનાના જે કેસ સામે આવી રહ્યા છે તેમાં ઇન્ફેક્શન બાદ દર્દીઓને ભરપેટ ભોજન કરવામાં પરેશાની થાય છે.

​કોરોના અને ભૂખ સાથે સંબંધ : ઓછી ભૂખ લાગવી કોરોનાના શરૂઆતી લક્ષણોમાંથી એક છે, જે સામાન્ય રીતે અમુક દિવસો બાદ આપમેળે ઠીક થઇ જાય છે. Zoe COVID અનુસાર, મહામારીની શરૂઆતમાં સંક્રમણના કેટલાંક ખાસ લક્ષણો જેમ કે, માથાનો દુઃખાવો, ગંધ પારખવાની ક્ષમતામાં ઘટાડો, ભૂખ ના લાગવી, ડાયરિયા, ગળામાં ખરાશ, છાતીમાં દુઃખાવો વગેરે હતા.

છેલ્લાં થોડાં દિવસોથી કોરોનાથી પીડિત 10માંથી લગભગ ત્રણ દર્દીઓમાં ભૂખ ઓછી લાગવાનું લક્ષણ જોવા મળે છે. આ લક્ષણ ઝડપથી વધી રહ્યું છે અને હવે તે દસમાંથી ચાર લોકોમાં જોવા મળે છે. આ લક્ષણમાં દર્દીને અમુક અઠવાડિયા સુધી સ્વાદ અને ગંધનો અહેસાસ નથી થતો, ખાદ્ય પદાર્થોમાંથી ધાતુ અથવા તદ્દન ખારો સ્વાદ આવે છે.

​હેલ્થ એક્સપર્ટ્સની સલાહ : ZOE એપ પર આપેલા સુચન અનુસાર, જો તમને ભૂખ ઓછી લાગતી હોય તો બળજબરીપૂર્વક પેટ ભરીને ખાવાની કોશિશ ના કરો. ડિહાઇડ્રેશનથી બચવા માટે પુરતી માત્રામાં પાણી ઉપરાંત તરલ પદાર્થોનું સેવન કરો જેથી શરીરને ઇન્ફેક્શન સામે લડવાની તાકાત મળતી રહે. ભોજનને લેવાનું તદ્દન છોડશો નહીં, એવા ખાદ્ય પદાર્થોનું સેવન કરો જે તમને પસંદ હોય, નવી નવી ડિશ સાથે પ્રયોગ કરવાનું ચાલુ રાખો.વધુ વાંચો

કોરોનાના આ લક્ષણો પર રાખો નજર : અગાઉ જણાવ્યા ઉપરાંત કોરોનાના દર્દીઓ અન્ય લક્ષણોની ફરિયાદ પણ કરી રહ્યા છે, જેમ કે, વારંવાર છીંક આવવી, કફ વગરની સૂકી ખાંસી અથવા કફ સાથે ખાંસી, કર્કશ અવાજ, માથાનો દુઃખાવો, માસપેશીઓમાં દર્દ અને શરીરમાં દુઃખાવો વગેરે. ધ્યાન રાખો કે, સમયની સાથે કોવિડના લક્ષણો બદલાઇ રહ્યા છે, તેથી જ અહીં જણાવેલા કોઇ પણ લક્ષણોનો તમે અનુભવ કરી રહ્યા હોવ તો તત્કાળ ડોક્ટરની સલાહ લો.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …