કોર્પોરેટરની પુત્રવધૂનો આપઘાત:સસરાએ પતિને દારૂ છોડાવવા બાધા રાખવા કહેતા લાગી આવ્યું, પ્લાસ્ટિકની દોરીથી ગળાફાંસો ખાધોઅમદાવાદમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે અમદાવાદ મહાનગર પાલિકાના કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્રવધુ આત્મહત્યા કરી લીધી, આત્મહત્યાનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો કારણ કે મહિલાએ એવા કારણે આત્મહત્યા કરી છે, જાણીને તમને પણ આંચકો લાગશે. આ બનાવ અંગે અમે આપને વિગતવાર માહિતી આપી.

આ બનાવ અંગે જાણીએ તો ફતેવાડીમાં રહેતા શૈલેષ પરમારની દીકરી જાનવીના 30 જાન્યુરીએ 2023ના રોજ જોધપુર વોર્ડના કોર્પોરેટર અરવિંદ પરમારના દીકરા જય પરમાર સાથેલગ્ન થયા હતા. જય BAMS ડોકટર તરીકે સાણંદ અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરે છે. સૌથી ખરાબ વાત એ છે કે એક સારી પોસ્ટ પર હોવા છતાં પણ જયને દારૂ પીવાની આદત હતી જેને લઈને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થાય છે
દારૂની આદતને કારણે જાનવી પિયરમાં પણ જતી રહી હતી. આ વાત અંગે જાનવીએ તેના પિતાને કહ્યું હતું કે જયને દારૂ પીવાની આદત છે અને નાની નાની વાતમાં ઝગડા કરે છે જેથી પિતાએ દીકરી જાનવીને સમજાવી હતી. બનાવ એવો બન્યો કે 22 માર્ચે જય જાનવીને ઘરે ગયો હતો.ત્યાંથી બંને સાળંગપુર ગયા હતા.સાળંગપુરથી રાતે મોડા અવિને જયે જાનવીને તેના ઘરે ઉતારી હતી અને તેના ઘરે જતો રહ્યો હતો.
બીજા દિવસે જાનવીએ તેના પિતાને જણાવ્યું હતું કે સાળંગપુર ગયા ત્યારે તેના સસરા અરવિંદભાઈનો ફોન આવ્યો હતો જેમાં તેમણે જાનવીને કહ્યું હતું કે જય દારૂ બહુ પીવે છે તો તેને બાધા લેવડાવજો.આ બાબતે જાનવીને ખોટું લાગ્યું હતું.તેના સસરા દીકરાને દારૂ પીવાનું બંધ કરવા કહી શકતા નથી. બીજા દિવસે અરવિંદભાઈ પત્ની સાથે દર્શન કરવા ગયા હતા ત્યારે જાનવીએ રૂમ બંધ કરીને હુક સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો
હતો.ઘરમાં અરવિંદભાઈનો દીકરો હાજર હોવાથી જાનવીને નીચે ઉતારીને 108 બોલાવી હતી જોકે 108ના ડોક્ટરે જાનવીને મૃત જાહેર કરી હતી. જેથી જાનવીના પિત જય વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરવા દુષપ્રેરીત કરવાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. ખરેખર આ બનાવ ખૂબ જ ચોંકાવનાર છે કારણ કે નજીવી બાબતે આત્મહત્યા જેવુ પગલું ન ભરવું જોઈએ.વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.