ગિરનારમાં આવેલી ભવનાથ તળેટી યોજાતા મહાશિવરાત્રીના મેળાનું ભારે મહત્વ છે. મેળો ક્યારથી શરૂ કરવામાં આવ્યો છે તે અંગેનો ઇતિહાસ તો હજુ કોઈને સાંપડ્યો નથી પરંતુ જૂનાગઢના ઇતિહાસવિદ ડો. પ્રદ્યુમ્ન ખાચરે ગિરનારના ઇતિહાસ નામના એક પુસ્તકમાં લખ્યું છે કે મેળાની શરૂઆત 150 વર્ષથી વધુ સમય પહેલાં થઈ છે. તે સમયથી અહીંનો મેળો પ્રચલિત થયો છે.

ગિરનાર મહાત્મ્ય અને સ્કંધપુરાણમાં કથાનુસાર કૈલાસ પરથી શિવજી જ્યારે વિહાર કરવા માટે નીકળ્યા અને ગિરનાર વિસ્તાર તરફ આવ્યા. ત્યારે તેઓ આ પ્રદેશથી મોહિત થઈને અહી જ ધ્યાનમગ્ન થઇ ગયા. બીજી બાજુ શિવજી ઘણા સમય સુધી પરત ન આવતા માતા પાર્વતી અને અન્ય દેવગણો શોધખોળ કરવા લાગ્યા અને અહીં તેમને શિવજી ધ્યાનમગ્ન જોવા મળ્યા. શિવજીને કૈલાસ લઇ જવા પાર્વતી મનાવવા લાગ્યા. તે સમયે ગિરનારના સાધુઓએ અહીં જ રોકાઈ જવાની વિનંતી કરી અને ભગવાન અહી શિવલિંગ રૂપે પ્રગટ થયા તે તિથિ મહા વદ ચૌદસ હતી જેથી આ દિવસથી મહાશિવરાત્રી જૂનાગઢમાં ઊજવવામાં આવે છે.

મહાશિવરાત્રિ મેળાનું મહત્વ : જગત જેને વિષે લય પામે છે તે સુખસ્થાન શિવ છે. બ્રહ્મરૂપ સુખની પ્રાપ્તિ કરાવનારી રાત્રિ તે શિવરાત્રિ છે.બ્રહ્મરૂપ સુખની પ્રાપ્તિનું સ્થાન એટલે ગિરનારની પાવન ભૂમિ, જ્યાં શિવ ભવનાથરૂપે બિરાજમાન છે. દર વર્ષે ભજન, ભોજન અને ભક્તિના દિવ્ય સંગમ સમાન ભવ્ય મહાશિવરાત્રિ મેળાના શુભ અવસરે શિવ સાથે સંન્યાસી અને સંસારીઓનો દિવ્ય મેળાપ થાય છે.

ભોજન. ભજન અને ભક્તિ : ચાર દિવસ સુધી ભવનાથ તળેટીમાં સંતો અને દાતાશ્રીઓ દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે અને મેળામાં પધારેલ શ્રદ્ધાળુઓ શિવજીનો પ્રસાદ ગ્રહણ કરે છે, આ ભોજન એ શિવજીની દિવ્ય અનુભૂતિ કરાવે છે તેમજ ભવનાથ તળેટીમાં ભગવાનની ભક્તિ અને ભજન માટે સંતવાણીના કાર્યક્રમો પણ યોજાય છે.

સાધુ-નાગા બાવાઓની રાવટી : ભવનાથ તળેટી સાધુ-સંતો અને નાગા બાવાનું પિયર છે. મહાશિવરાત્રિના મેળાના શુભ અવસરે પાંચ દિવસ સુધી સાધુ-સાધ્વી અને નાગા બાવાઓ સંસારીઓને દર્શન આપવા માટે રાવટી એટલે નાના તંબુ બાંધીને રહે છે અને અલખના નામની ધૂણી ધખાવીને શિવ ભક્તિમાં લીન થઈ જાય છે, ત્યારે આ રાવટીઓ સંસારીઓ માટે સંત્સંગનુ સ્થાન બની જાય છે.શેરનાથબાપુનાં આશ્રમથી કોઈ ભૂખ્યુ નહીં જાય! રસોડાનું આ રીતે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે.

સાધુ-નાગા બાવાઓની રવેડી : મહાશિવરાત્રિ મેળામાં રવેડીના દર્શન એટલે શિવનો સાક્ષાત્કાર. સંસારીઓ માટે આ રાત્રી અતિ આધ્યાત્મિક અને દિવ્ય બની રહે છે, કારણ કે સાધુ-સંતો અને નાગાબાવાના દર્શન માત્રથી આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે.

શાહી સ્નાનનું રહસ્ય : મહાશિવરાત્રિની રાત્રિએ સાધુ-સંતો અને નાગાબાવા શાહી રવેડી બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન કરે છે. આ કુંડમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભક્તોની એક એવી માન્યતા છે કે, સ્વયં શિવજી સાધુ રૂપ ધરીને ચિરંજીવીઓ સાથે શાહી સ્નાન કરવા પધારે છે અને મૃગીકુંડમાં જ અદ્રશ્ય થઇ જાય છે.

મહાશિવરાત્રીના મેળામાં ચાર દિવસ સુધી ધાર્મિકતાની રંગત જોવા મળે છે. જેમાં દેશભરના સાધુઓ જોડાય છે. મેળામાં દિગમ્બર સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.મહાશિવરાત્રિના દિવસે ભૂલથીને આવું કામ ન કરશો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.