girnar

તે સાથે જ બાપુના શબ્દો મારા કાને પડ્યા, કપડાં પણ બરોબર લાગતો નથી, એમ કહું તો રાવલ

હજુ આ કપડાં પણ બરાબર લાગતા નથી, એમ કહું તો રાવલ સાહેબ ફરીથી કપડાં બદલ્યા વગર રહે નહિ !’ સાંભળી બધાં હસ્યા. મેં કહ્યું, “પણ ખભ્ભ રાખવાનો ખેસ તો ઉપર ભુલાઈ ગયો, હવે !”

હવે બિલકુલ સાધુ ને સાચા સાધુ,’

માધવાનંદજી મારાથી ઉંમરની દૃષ્ટિએ ઘણાં જ નાના છે, છતાં મને લાગે છે કે તે મારા કરતાં મોટી ઉંમરના છે. વૃદ્ધ છે, અર્થાત્ જ્ઞાનવૃદ્ધ છે ! મારા વિશે તે અવારનવાર વિધાન કરે છે કે, “રાવલસાહેબનો સ્વભાવ સાવ નાના બાળક જેવો છે.’ મને એ વિધાન સારું લાગે છે, કારણ કે ખરેખર મને હજુ પણ લાગે છે કે, હું સાવ નાનો બાળક છું. બાળક જેવી નિર્દોષતા અને સરળતા મને ખૂબ ગમે છે. મેં રામકૃષ્ણ પરમહંસનું સાહિત્ય ખૂબ વાંચ્યું છે, પચાવ્યું પણ છે. મને એ પરથી લાગે છે કે, કદાચ આ જીવનભરની થોડી થોડી છતાં સતત કરેલી ઈશ્વરઆરાધનાનો પ્રભાવ છે. ધ્યાનમાંથી ઊઠતાં મને લાગે છે કે, હું સાવ હળવો ફૂલ જેવો બની ગયો છું. મન કોરી પાટી જેવું સ્વચ્છ અને નિર્મળ બની જાય છે, ત્યારે બાળકની જેમ ખાવાની ઇચ્છા થાય છે, કૂદવાનું મન થાય છે. અરે ! કોઈ બાળક કશુંક ખાતું હોય તો તેની પાસેથી માગીને ખાવાની ઇચ્છા સુધ્ધાં થાય છે. ખેર ! બાપુ મને રમાડે છે. રમૂજ કરીને નાના બાળકની જેમ સાચવી આનંદમાં રાખે છે. સાથે સાથે વડીલના જેવું માન પણ જાળવે છે. આ જ તેમની વિશિષ્ટતા પણ છે; આ મનની મોટાઈ છે કે, એક સાચા સાધુના લક્ષન્ન છે, તેની મને ખબર પડતી હતી. ખેર !

પુનિત આશ્રમ તરફ અમે ચાલીને પ્રયાણ કરી રહ્યા હતા. રસ્તામાં વાતો ચાલે છે. બાપુએ કહ્યું,

ધીમે ધીમે બધી જ ખબર પડતી જશે. સમયે સમયે આપમેળે બધું થતું જ રહે છે. બધા જ સાધુઓ સિદ્ધ હોતા નથી. એવા સાધુઓ કરતાં તમારી સાધના કદાચ ઊંચી પણ હશે. સમય આવ્યે બધો જ ખ્યાલ આવતો જશે !” થોડી વાર અટકી બાપુ આગળ બોલ્યા, “આ તો ગિરનાર છે. સંતો અને સાધકોનું આશ્રયસ્થાન. વળી તેંત્રીસ કોટિ દેવતા અને ‘નવનાથ’નું બેસણું. ગિરનાર તળેટીની ધૂળ પણ પવિત્ર છે !’ કહી બાપુ બોલતા અટક્યા.

મારી દિષ્ટ તળેટીમાં ચોતરફ ઘૂમી રહી હતી. લીલીછમ વનરાઈવાળા ડુંગરાઓ ચિત્તાકર્ષક લાગી રહ્યા હતા. રસ્તાની સામે જ કોઈ જોગિંદર સૂતો હોય તેવો ગિરનાર

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી. 

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.

???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????

••••••••••••••••••••••••••••••••••

???? www.gamnochoro.com

FB: http://facebook.com/maragamnochoro

IG: http://instagram.com/maragamnochoro

••••••••••••••••••••••••••••••••••

#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu