વનપસ્થા મીની જેમાં સામે શન આવી રહ્ય છો, કઠિન સંસારની જવાબદારીઓ નિર્લેપભાવે વહન કરતાં તમે વૈરાગી છો !” માધવાનંદજીના આ શબ્દો સાંભળીને મને સાતા વળે છે.
ચાલતા કાર્યક્રમની વચ્ચે સ્વસ્થ બની મેં માધવાનંદજી તરફ દૃષ્ટિ કરી. મારી સામે તેની દૃષ્ટિ પડતાં તે મારા મનોભાવોને સમજી જઈ, શાંતિથી બધું જોયા કરી જે થાય તે સ્વીકારી લેવાની આંખોથી સમજ આપી.
પરંપરા મુજબ કાર્યક્રમ આગળ વધી રહ્યો હતો. પૂજાવિધિ બાદ પ્રવચનોની હારમાળા શરૂ થઈ ચૂકી હતી. હું ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. ત્યાં જ મને કાંઈક એવો ભાસ થયો કે મને પાછળથી કોઈક બોલાવી રહ્યું છે. મેં પાછલી હરોળમાં ખુરશી પર બેઠેલા સાધુઓ તરફ પીઠ ફેરવી જોયું તો, મારી પાછળ જ ખુરશી પર બેઠેલા સાધુને જોઈ હું ચોંકી ગયો. થોડી વાર પહેલાં આ સાધુ અહીં હાજર ન હતા, ખુરશી ખાલી જ પડી હતી. હું તે સાધુની સામે જોઈ રહ્યો. તેની છૂટી અને મેલી જટા ખંજવાળતાં તે મારી સામે હસ્યા, પરંતુ મેં સામે કોઈ પ્રતિભાવ ન આપ્યો. પડછંદ દેહધારી, કાળો ઝભ્ભો ધારણ કરેલા, ગંદી જટા ખજવાળી હસતા એ સાધુના પીળા દાંત જોઈ મને સૂગ ચડી. છતાં પણ મંદમંદ હસી રહેલાં તે સાધુ સામે વિવેક ખાતર નમ્રતાથી હસી મેં પીઠ ફેરવી પ્રવચનો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ હું તેમ કરવામાં વધુ સમય સફળ ન રહી શક્યો. વારંવાર એ સાધુ તરફ મારી દૃષ્ટિ અનાયાસ જતી રહેતી હતી. મને યાદ આવ્યું, ચાર માસ પૂર્વે જ્યારે હું કેશોદસ્થિત મારા ઘરેથી જગ્યા ૫૨ થોડા દિવસો માટે સાધના કરવા અત્રે રહેવા આવેલો, ત્યારે આ સાધુને મેં બાપુના ધૂણા નજીકની પરસાળ પર બેસી ગંદી જટા ખંજવાળતા જોયેલા. મને લાગેલું કે કોઈ અલગારી સાધુ આવ્યા લાગે છે.
આમ તો જગ્યા ૫૨ ઘણાં સાધુઓ આવતા-જતા રહે છે, એમાંથી કોઈ સિદ્ધ પણ હોઈ શકે, પરંતુ સાચા સાધુને કઈ રીતે ઓળખવા તેની કોઈ સમજ તે વખતે મારામાં હતી નહિ. છતાં સાધુ એ સાધુ છે, પછી ભલે તે ગમે તે સંપ્રદાય કે ગમે તે પ્રકારનો સાધક કે દેખાતો જટાધારી અવધૂત-અલગારી હોય. આથી મેં નિયમ મુજબ નમ્રતાથી હાથ જોડીને તે સાધુને ૐ નમો નારાયણ’ કરેલા. સામે તેણે પણ તેના પીળાં દાંત દેખાડી, સહેજ હસીને ‘ૐ નમો નારાયણ’નો ઉચ્ચાર કરીને જવાબ આપેલો. એ પીળા દાંત અને ગંદી જટાવાળો નમણો અને તેજસ્વી ચહેરો મને બરાબર રીતે યાદ આવી ગયો. રસોડામાં બાપુ સાથે જમતો અને મારી સામે જોઈ વિચિત્ર રીતે હસતા એ સાધુની મૂર્તિને હું દિવસો સુધી ભૂલી શક્યો ન હતો. બાપુએ એક જિજ્ઞાસુ સાધક તરીકે મારી ઓળખાણ તે સાધુને આપેલી,
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: http://facebook.com/maragamnochoro
IG: http://instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••
#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu