અનુભવ થવાને કારણે, કદાચ સમગ્ર સાધુસમાજ ૫૨ નફરત ‘પર નફરત થઈ જાય.’ થોડું અટકી પછી ઉમેર્યું.
એવું પણ નથી કે બધાં જ સાધુઓ એક સરખા જ છે. તમે જે જાણવા માગો છો, તેવા સાધુઓ પણ ઘણાં છે.’ પછી થોડું અટકીને ઉમેરતા બોલ્યા, આ તો ગિરનાર છે,
રાવલસાહેબ… ગિરનાર ! જુગજૂનો જોગિંદર, એની ઊડતી ધૂળથી પણ પવિત્ર થઈ જવાય. આ પવિત્ર ‘ટેકરી’ પર કશું જ અશક્ય નથી. અહીં સિદ્ધ યોગીઓ અને શુદ્ધાત્માઓની ખામી નથી. અહીં સિદ્ધો છે તો તાંત્રિકો પણ છે. મહેનતુ સાધકો માટે આ ભૂમિ સિદ્ધિ અપાવનારી છે. કારણ કે વર્ષોથી અનેક સાધકો અને તપસ્વીઓથી આ ભૂમિ તેના પુનિત અને પાવનકારી પગલાંઓથી પવિત્ર બની છે.’ પછી સ્વગત બોલતા હોય તેમ કહ્યું, “ગિરનાર તો માની ગોદ છે. અહીં મેળવવા ઇચ્છનારને બધું જ મળી રહે છે.’ પછી મારી તરફ દૃષ્ટિ નોંધી બોલ્યા, મારો પોતાનો એ અનુભવ છે. ખેર ! ફરી ક્યારેક ચર્ચા કરીશું. ધીમે ધીમે બધો જ ખ્યાલ આવતો જશે, ઉતાવળ કરશો નહિ.’ કહી, માધવાનંદજી મૌન બની મને દોરતા ઝડપથી ચાલવા લાગ્યા. હું પણ ઝડપથી કદમ મિલાવતો તેની સાથે આગળ વધી રહ્યો.
સંધ્યાનો સમય હતો. અંધકારનું સામ્રાજ્ય હળવે હળવે ફેલાતું જતું હતું. જટાશંકરની જગ્યામાં તથા જોગણિયા ડુંગર પર થતી મેલડીમાતાની આરતીનો મધુર રણકાર સંભળાઈ રહ્યો હતો. ગિરનારના પગથિયાઓ પર સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ આકાશ-ગંગાઓના તારલિયા જેવો ઝગમગાટ આપી રહ્યો હતો.
શાંતચિત્તે અમો યમુનાવાડીની નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં જ યમુનાવાડીથી થોડે દૂર ઝાડીમાં ઝાંખા પ્રકાશમાં મેં એક સાધુની આકૃતિ જોઈ. તે સાથે જ મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મનમાંથી ઉદ્ગાર નીકળી પડ્યો,
‘ઓહ… ! આ તો એ જ પીળાદાંત, ગંદી અને ગૂંચવાયેલી જટાવાળો, પરંતુ સૌમ્ય ચહેરો ધરાવતો અને માથું ખંજવાળી હસતો. આ એ જ સાધુ છે, જે થોડી વાર પૂર્વે મેં કાર્યક્રમ દરમિયાન જોયેલો. મને લાગ્યું કે જાણે તે મારી જ રાહ જોઈને ઊભો છે. એક ક્ષણ ભયની ધીમી ઝણઝણાટી મારા શરીરમાં પ્રસરી રહી, છતાં હિંમત કરી હું એક ક્ષણ માટે અટકીને ઊભો રહી ગયો. ત્યાં જ આગળ નીકળી ગયેલા માધવાનંદજીનો મને બોલાવવાનો અવાજ આવતા પેલો સાધુ મને ફરી મળવાનો હાથથી સંકેત આપતો ક્ષણવારમાં અદશ્ય થઈ ગયો.
માધવાનંદજી સાથે યંત્રવત ચાલતાં ચાલતાં એક જ પ્રશ્ન વારંવાર મારા મનમાં ઘમરાયા કરતો હતો, કોણ હશે આ સાધુ ? કેવો હશે ? શા માટે તેણે મને ફરી મળવાનોવધુ વાંચો