પિતાનો બદલો લેવા દરેક દેવોનો નાશ કરવા માંગતો હતો બાળક, શિવજીને પ્રસન્ન કરી વરદાન પણ મેળવી લીધું, પછી જે થયું તે…
“પિતૃભક્ત બાળક પિપ્પલાદ”
વૃત્રાસુરે સ્વર્ગ પર અધિકાર કરી લીધો હતો. ઇન્દ્ર દેવોની સાથે સ્વર્ગ છોડીને ભાગી ગયા હતા. દેવોનાં કોઈ પણ અ-સ્ત્રો-શ-સ્ત્રો વૃત્રાસુરનેમા રી શકતાં ન હતાં. આખરે ઇન્દ્રે તપ અને પ્રાર્થના કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાને જણાવ્યું કે મહર્ષિ દધીચિનાં હાડકાંમાંથી વિશ્વકર્મા જો વજ્ર બનાવે તો તેનાથી વૃત્રાસુર મ-રી-શ-કે. વધુ વાંચો.
મહર્ષિ ઘણા ભારે તપસ્વી હતા. તેમની તપસ્યાના પ્રભાવે બધાં જ જીવજંતુઓ તથા વૃક્ષો સુધ્ધાં તેમની આજ્ઞા માનતાં હતાં. તે તેજસ્વી ઋષિને દેવોમા રી તો શકતા ન હતા, તેથી તેમણે જઈને તેમનાં હાડકાંની યાચના કરી. મહર્ષિ દધીચિએ કહ્યું – ‘આ શરીર તો એક દિવસે નષ્ટ થવાનું જ છે. મ-ર-વુંતો સૌએ પડશે જ; તેથી કોઈનો ઉપકાર કરીને મ-રૂ-ત્યુ થાય, શરીર કોઈનું ભલું કરવા ખપ લાગે એનાથી ભલા, બીજી કઈ સારી વાત હોઈ શકે? હું યોગથી પોતાનું શરીર ત્યજી દઉં છું, તમે હાડકાં લઈ લેજો.’ વધુ વાંચો.
મહર્ષિ દધીચિએ યોગથી દેહ ત્યાગ કર્યો. તેઓ મ-રી-ને મુક્ત થઈ ગયા. તેમના શરીરનાં હાડકાંમાંથી વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું. તે વજ્રથી ઇન્દ્રે વૃત્રાસુરનેમાર્યો. દેવોને સ્વર્ગ (પાછું) મળી ગયું. વધુ વાંચો.
મહર્ષિ દધીચિની પત્નીનું નામ પ્રાતિથેયી હતું. તેમના એક પુત્ર પણ હતા. મહર્ષિ દધીચિના તે પુત્ર પણ મહાન તપસ્વી હતા. તેઓ માત્ર પીપળનાં ફળ (ટેટા) ખાઈને જીવતા હતા, તેથી તેમનું નામ પિપ્પલાદ પડ્યું હતું. પિપ્પલાદે જ્યારે સાંભળ્યું કે પોતાના પિતા પાસેથી દેવોએ તેમના હાડકાં માગ્યાં અને દેવોને હાડકાં આપવાને કારણે પોતાના પિતા મ-રૂ-ત્યુપામ્યા છે ત્યારે પિપ્પલાદને ઘણો ક્રોધ થઈ આવ્યો. તેમણે દેવો સાથે બદલો લેવાનો વિચાર કર્યો. વધુ વાંચો.
પિપ્પલાદજી દેવો સાથે બદલો લેવા માટે ભગવાન શંકરજીની ઉપાસના અને તપસ્યા કરવા લાગ્યા. તેમણે ઘણા દિવસો સુધી તપસ્યા કરી, ત્યારે શંકરજી તેમના પર પ્રસન્ન થયા અને પ્રગટ થયા. શંકરજીએ તેમને વરદાન માગવા કહ્યું. એટલે પિપ્પલાદે કહ્યું – ‘તમે મને એવી શક્તિ આપો કે જેથી હું પોતાના પિતાને મા-ર-ના-રા-ઓ-નો નાશ કરી દઉં.’ વધુ વાંચો.
શંકરજીએ એક મહા-ભયંકર રાક્ષસી ઉત્પન્ન કરીને પિપ્પલાદજીને આપી. તે રાક્ષસીએ પિપ્પલાદજીને કહ્યું – ‘તમે આજ્ઞા આપો, હું શું કરું?’ વધુ વાંચો.
પિપ્પલાદજીએ કહ્યું – ‘તું બધા દેવોને ખાઈ જા.’ તે રાક્ષસી પોતાનું ઘણું મોટું મોં ફાડીને પિપ્પલાદજીને જ ખાવા ધસી. ત્યારે પિપ્પલાદજીએ તેને પૂછ્યું – ‘તું મને શા માટે ખાવા આવે છે?’ વધુ વાંચો.
રાક્ષસી બોલી – ‘બધા જીવોનાં અંગોમાં તે અંગોના દેવતા રહે છે. જેમ કે – આંખોમાં સૂર્ય, હાથોમાં ઇન્દ્ર, જીભમાં વરુણ વગેરે. આ જ પ્રમાણે બીજા દેવો પણ બીજાં અંગોમાં રહે છે. સ્વર્ગના દેવો તો દૂર છે; જે દેવો મારી નજીક છે તેમને તો પહેલાં ખાઈ લઉં. મારી સૌ કરતાં નજીક તો તમે જ છો.’ વધુ વાંચો.
પિપ્પલાદજી ઘણા બી ગયા અને ભગવાન શંકરજીના શરણે ગયા. શંકરજીએ પિપ્પલાદને કહ્યું – ‘બેટા! ક્રોધ ઘણી ખરાબ વસ્તુ છે. ક્રોધને વશ થવાથી ઘણાં પાપ થાય છે. જો, હું આ રાક્ષસીને તને ખાઈ જતાં રોકી પણ લઉં, તો આ બીજા બધા જીવોને ખાઈ જશે; અને સઘળા સંસારને મા-ર-વા-નુંપાપ તને જ લાગશે. માની લે કે આ રાક્ષસી સ્વર્ગના દેવોને જમા-રી નાખે તોપણ સઘળા સંસારનો નાશ થઈ જશે. વધુ વાંચો.

આંખોના દેવતા સૂર્ય છે; સૂર્ય નહીં રહેશે તો બધા લોકો આંધળા થઈ જશે. હાથના દેવતા ઇન્દ્ર છે; ઇન્દ્ર નહીં રહેશે તો કોઈ હાથ હલાવી પણ શકશે નહીં. આ જ પ્રમાણે જે જે અંગોના જે દેવતાઓ છે તે દેવતાઓની શક્તિથી જ જીવોનાં તે તે અંગો કામ કરે છે. દેવતાઓ નહીં રહેશે તો તારાં પણ કોઈ અંગ કામ કરશે નહીં. માટે, તું દેવો પર ક્રોધ ન કર. વધુ વાંચો.
દેવોએ તારા પિતા પાસેથી તેમના હાડકાં યાચના કરીને માગ્યાં હતાં. તારા પિતા એટલા મોટા દાની અને ઉપકારી હતા કે તેમણે પોતાનાં હાડકાં પણ આપી દીધાં. તું આવડા મહાન મહાત્માનો પુત્ર છે. તારે પોતાના પિતાની આગળ ભિક્ષુક બનનારાઓ ઉપર ક્રોધ કરવો જોઈએ નહીં.’ વધુ વાંચો.
ભગવાન શ્રીશંકરનો ઉપદેશ સાંભળીને પિપ્પલાદજીનો ક્રોધ શમી ગયો. તેમણે કહ્યું – ‘હે ભગવાન! તમારી આજ્ઞા માથે ચડાવીને હું દેવોને માફ કરી દઉં છું.’ પછી તો, રાક્ષસી પણ ચાલી ગઈ. વધુ વાંચો.
પિપ્પલાદજીની ક્ષમાવૃત્તિથી શંકરજીએ પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું કે તેમણે જે સ્થળે તપ કર્યું હતું તે સ્થળ ‘પિપ્પલતીર્થ’ બની જશે અને તે તીર્થમાં સ્નાન કરનારાંઓ બધાં પાપોમાંથી છૂટી જઈને ભગવાનના ધામમાં જશે. વધુ વાંચો.
પિપ્પલાદજીની ઇચ્છા પોતાના પિતા મહર્ષિ દધીચિનાં દર્શન કરવાની હતી. દેવોની પ્રાર્થનાથી ઋષિઓના લોકમાંથી મહર્ષિ દધીચિ અને પિપ્પલાદજીની માતા પ્રાતિથેયી વિમાનમાં બેસીને ત્યાં આવ્યાં અને પિપ્પલાદજીને આશીર્વાદ આપ્યા. વધુ વાંચો.
બાળક પિપ્પલાદ આગળ જતાં ઘણા મહાન વિદ્વાન અને બ્રહ્મર્ષિ થયા. તેમનું વર્ણન ‘પ્રશ્નોનિષદ’ અને ‘શિવપુરાણ’ માં પણ આવે છે. વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.