માણસ બીમાર પડે ત્યારે દાક્તરસાહેબે સૌ પ્રથમ તો તેની માંદગી શી છે તે જાણવું રહ્યું. કઇ દવા આપવી એ તો રોગનું નિદાન થયા પછી જ નક્કી કરી શકાય, પરંતુ શરીરમાં અંદરખાને શું બનતું હોય તેનો પત્તો લગાવવો શી રીતે? અંદર ડોકાવા માટે દરદીના શરીર પર કાપ તો મૂકી શકાય નહિ. આજથી બસ્સો વર્ષ પહેલાંના ડૉકટરોને એ જ મોટી સમસ્યા મૂંઝવતી હતી. દરદી પોતાના રોગનું જે વર્ણન કરે તેના આધારે જ ડૉક્ટર દવા આપી દે, પણ એ રીત યોગ્ય ખરી? .વધુ વાંચો
આ સમસ્યાનો ઉકેલ ૧૮૧૯ની સાલમાં થિઓફિલ લ્યોનેક નામના ફ્રેન્ચ ડૉક્ટરે શોધી કાઢ્યો, લ્યોનેકે વિચાર્યું કે માણસનું હૃદય ધબકે ત્યારે એ ધબકારા તો જાણે અવાજ ફેલાવે, પરંતુ તેની આસપાસનાં વિવિધ અંગો પણ તે અવાજ ઝીલી લે. ફેફસાં, આંતરડાં, ધમનીઓ વગેરે અંગો જે પડઘા પાડે તે સાંભળીને કહી શકાય કે કયું અંગ માંદું છે .વધુ વાંચો
પડઘા સાંભળવા માટે થિઓફિલ લ્યોનેકે એકદમ સરળ નુસખો લડાવ્યો. આજના જેવી ટેકનોલોજી બસ્સો વર્ષ પહેલાંના તે જમાનામાં નહોતી, માટે થિઓફિલે લાકડાની ૩૦ સેન્ટિમીટરની પોલી ભૂંગળી કારીગર પાસે તૈયાર કરાવી અને દરદીનાં ભીતરી અંગોના પડઘા સાંભળવા તે ટ્યૂબ વાપરવા લાગ્યો. (ચિત્ર જુઓ). આજે તો બહુ જુદી રચનાવાળું સ્ટેથોસ્કોપ વપરાય છે. ડૉક્ટર તેના થકી બેય કાનમાં અવાજ સાંભળે છે. મંદ સ્વર વળી મોટો સંભળાય છે. એકદમ સ્પષ્ટ પણ ખરો. આ સાધનને stethoscope શા માટે કહે છે? ચાલો છેલ્લે એ પણ જાણી લઇએ. ગ્રીક ભાષામાં stethos એટલે છાતી, જ્યારે scopeનો અર્થ ગ્રીકમાં જ ‘અવલોકન કરવું’ એવો થાય છે .વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.