અમિતાભ બચ્ચન, આમિર ખાન, કેટરિના કૈફની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન એ વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત 2018 ની ફિલ્મ છે, તે 1795 માં સેટ છે, કાવતરું બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સામે લડતા ઠગના જૂથની આસપાસ ફરે છે.

આમિર ખાન દ્વારા ભજવવામાં આવેલ ફિરંગી મલ્લાહનું પાત્ર અત્યંત સ્ટાઈલિશ છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ કોઈને માત્ર આશ્ચર્ય થાય છે કે 1795માં તેણે આ ફેશનેબલ સનગ્લાસ ક્યાંથી શોધી કાઢ્યા હતા? તે સનગ્લાસ ફક્ત 19મી સદીની શરૂઆતમાં જ ટ્રેન્ડમાં આવ્યા હતા. તો શું આ સનગ્લાસ ત્યારે આવ્યા ક્યાથીં એ વિચારવા જેવી બાબત છે.

ત્યાર બાદ મુવી એક ફાઇટિંગ સીન આવે છે, તેમાં પેલા સીન માં ધનુસ અને બાણ અલગ અલગ પડ્યા હોય છે. પણ ત્યાર બાદ જયારે સીન ફરે છે ત્યારે ધનુસ અને બાણ એની મેળે ગોઠવાય જાય છે. તો આ કે રીતે શક્ય છે?

જાફીરાના એક ફાઇટિંગ સીન વખતે એક સેનિક સાથે તે લડતી હોય છે તે સીન માં તે સેનિક તે હાથ થી મારે છે અને તે સેનિક પડી જાય છે. પણ અપડે વિડિઓમાં જોતા ખબર પડે છે કે જફીરાનો હાથ તે સેનિક ને અડતોજ નથી અને તે સેનિક જમીન પાર પડી જાય છે.