ગુજરાતનું ડાયમંડ હબ એટલે સુરતની ગ્રીનલેબ ડાયમંડ્સ દ્વારા બનાવેલા ઓમ, નમઃ અને શિવાય નામના ત્રણ લેબગ્રોનની ચળકાટ માત્ર રાજ્ય કે દેશ નહીં પણ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચુકી છે અને લેબગ્રોન હીરાના ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલી ગ્રીન લેબ ડાયમંડ્સ દ્વારા બનાવેલા આ ત્રણેય હીરાએ ચીનને પછડાટ આપી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો છે. 27.27 કેરેટના વિશ્વના સહુથી મોટા માર્ક્વિઝ સ્ટેપ કટ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ ‘ઓમ’ને ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટે પ્રમાણિત કરતા વિશ્વ રેકોર્ડ બનવી દીધો છે. પહેલા આ રેકોર્ડ ચીનના નામે હતો. તે રેકોર્ડને હવે તોડી ઓમ, નમઃ અને શિવાય નામના આ ત્રણેય હીરાએ લેબગ્રોન ક્ષેત્રમાં માત્ર સુરત કે ગુજરાત નહીં પણ ભારત દેશનું નામ રોશન કરી દીધું છે.

ડાયમંડ વિશે શું કહ્યું મુકેશભાઈ પટેલે?
ગ્રીનલેબ ડાયમંડ્સ કંપનીના મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લેબમાં તૈયાર કરાયેલા હીરા ત્રણ એવા ‘ઓમ’, ‘નમઃ’ અને ‘શિવાય’ને પ્રદર્શિત કરતા અમે આનંદ અનુભવીએ છીએ. અને ઓમ’, ‘નમઃ’ અને ‘શિવાય’ નામના ત્રણેય લેબગ્રોન પોલિશ્ડ હીરાને આગામી જૂન મહીનામાં આયોજીત થનારા જેસીકે લાસ વેગાસ-શોમાં પ્રદર્શિત કરવામાં આવશે.
ચીનના નામે હતો રેકોર્ડ
સૌથી મોટો અને જાણીતો પોલિશ્ડ CVD ડાયમંડ પ્રિન્સેસ કટ 16.41 કેરેટ વજનનો જી-કલર હીરાને ચીનની શાંઘાઈ ઝેંગશી ટેક્નોલોજી દ્વારા બનાવ્યો હતો. જે VVS2 સ્પષ્ટતા ધરાવતો હીરો હતો. HPHT ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. આ હીરાને અમેરિકાની જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટે ગત જાન્યુઆરીમાં પ્રમાણિત કરી દીધો હતો. અને હવે ભારતિય ગ્રીનલેબ ડાયમંડ્સ એલએલપી દ્વારા લેબમાં તૈયાર કરવામાં આવેલા ‘ઓમ’ નામના હીરાએ તેનો રેકોર્ડ બ્રેક કરી નાખીઓ છે.
કેવી રીતે બનાવાયો ‘ઓમ’ ડાયમંડ?

‘નમઃ’ અને ‘શિવાય’ ડાયમંડનું કેટલું વજન?

હવે સુરતમાં 500 થી વધુ ગ્રીન લેબ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ થઇ ચુક્યા છે. વિશ્વના કુલ લેબગ્રોન ઉત્પાદન પૈકી 15 ટકા જેટલું લેબગ્રોન હીરાનું ઉત્પાદન ખાલી ભારતમાં થાય છે. અને જ્યારે ચીન 56 ટકા LGDના ઉત્પાદન સાથે વિશ્વમાં પ્રથમ ક્રમાંકે આવે છે. જો કે, ભારતના લેબગ્રોન ઉત્પાદનમાં હવે ઝડપી પ્રગતિ કરી રાયા છીએ. ભારતમાં LGD ઉત્પાદન વધીને હવે 30 લાખ કેરેટ થયું છે અને નિકાસ 106% વધીને 10 હજાર કરોડ થઈ ગયું છે.
-
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues Solutions એ જૂનાગઢનું નામ ગૌરવવંતું કર્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમેલી વેલ્ફેર અંતર્ગત આવતી “પંજાબ સ્ટેટ્સ એઇડ્સ કંટ્રોલ સોસાયટી” ના લોગોને નવી રચના આપવાની જવાબદારી સતવાર રીતે, Topclues Solutions ને સોંપવામાં આવી હતી, જે તેણે સમયસર પૂર્ણ કરી હતી. તદુપરાંત આજરોજ આ…