પ્રેમ સંબંધોને લઈને ઘણી ચોંકાવનારી અને દુ:ખદ ઘટનાઓ બને છે. તાજેતરમાં થરાદના ભડોદર ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બે પ્રેમીપંખીડાઓએ જીવ આપી દીધો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વધુ વિગતમાં જઈએ તો સુત્રો પાસેથી જાણવા મળેલ છે કે આ બનાવની જાણ થતા જ પોલીસ આવી પહોંચી હતી.
પાલિકાના તરવૈયાઓએ શોધખોળ કર્યા બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
રવિવારે સવારે ભડોદર ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલના પુલ પર એક યુવક અને યુવતીના પગરખા પડ્યા હતા, જેથી માહિતી મળતાં તેઓ ત્યાં પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ઓફિસર વિરમ રાઠોડ અને તેમની પાંચ સભ્યોની ટીમે શોધખોળ કરી હતી.એક કલાકની જહેમત બાદ લગભગ બાર વાગ્યે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
મૃતક યુવકનું નામ વાવ તાલુકાના મીઠાવિચરણ ગામનો રહેવાસી અરવિંદભાઈ મોહનભાઈ વાલડીયા હોવાનું જાણવા મળેલ છે અને યુવતીનું નામ મીરાબેન માલાભાઈ પારેગી છે જે પરિણીત છે અને બે સંતાનોની માતા છે. તમામ માહિતી જાણ્યા બાદ થરાદ પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રીસથી પાંત્રીસ ફૂટ પાણી વહી રહ્યું છે. એક કલાકની શોધખોળ બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું કે બંનેના હાથ એકબીજા સાથે દુપટ્ટા વડે બાંધેલા હતા. તેમજ તેઓ એકબીજાના પડોશી હતા. તેથી જ પ્રથમ નજરે પ્રેમ પ્રકરણનો દુઃખદ અંત આવ્યો હોય તેવું લાગ્યું. આ બનાવ અંગે પ્રેમાભાઈ હરજીભાઈ સોઢાએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ પી.વી.ધોકડીયાએ હાથ ધરી હતી.