ટીવી એક્ટર સચિન શ્રોફ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનું પાત્ર ભજવી રહ્યો છે. હાલમાં સચિન પોતાની અંગત જિંદગીના કારણે ચર્ચામાં છે. સચિન 25 ફેબ્રુઆરીએ ફેમિલી ફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. 1972માં જન્મેલા સચિન શ્રોફ એક બિઝનેસમેન અને ટીવી એક્ટર છે વધુ વાંચો

સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક અરેન્જ્ડ મેરેજ છે. સચિન શ્રોફની ભાવિ પત્ની ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાંથી નથી. તે ઈવેન્ટ ઓર્ગેનાઈઝર તરીકે પાર્ટ ટાઈમ જોબ કરે છે. આ સિવાય તે ઈન્ટિરિયર ડિઝાઈનર છે. તે સચિનની બહેનની ખાસ મિત્ર છે વધુ વાંચો

જોકે, ગયા મહિને જ સચિનના પરિવારે તેને સ્થાયી થવાની સલાહ આપી અને તેની બહેનની આ મિત્રને બતાવી. સચિન અને તે છોકરીને પહેલી નજરમાં પ્રેમ ન થયો. સચિને પરિવારની વાતને ગંભીરતાથી લીધી અને પછી બંને એકબીજાને મળ્યા. થોડીવાર વાત કર્યા પછી લગ્ન નક્કી થયા વધુ વાંચો
સચિને અગાઉ ટીવી-અભિનેત્રી જુહી પરમાર સાથે 2009માં જયપુરમાં શાહી લગ્ન કર્યા હતા. લગ્નના 9 વર્ષ બાદ જાન્યુઆરી 2018માં બંને અલગ થઈ ગયા હતા. તેમને એક પુત્રી સમાયરા છે. પુત્રીની કસ્ટડી જુહી પરમાર પાસે છે. જૂહી પરમાર ‘કુમકુમ ભાગ્ય’ સિરિયલથી લોકપ્રિય છે વધુ વાંચો
વર્કફ્રન્ટની વાત કરીએ તો સચિને ટીવી, ફિલ્મ અને ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કર્યું છે. સચિન ડાયરેક્ટર પ્રકાશ જાનની સીરિઝ ‘આશ્રમ’માં જોવા મળ્યો હતો. આ સિવાય તે હુમા કુરેશી અને સોનાક્ષી સિંહા સાથે ‘ડબલ એક્સએલ’માં જોવા મળ્યો હતો. તેણે ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’માં રાજીવનું પાત્ર ભજવ્યું હતું વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.