હાલમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે અંબાલાલ પટેલે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. પવન ફૂંકાવાના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાનશાસ્ત્રી અંબાલાલની મોટી આગાહી સામે આવી છે. તેમના મતે જાન્યુઆરી મહિનામાં ઠંડીની સાથે કમોસમી વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહીએ ફરી ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. નવા વર્ષ માટે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ગુજરાતમાં જાન્યુઆરીમાં માવઠા થઈ શકે છે. આ મહિને ખૂબ જ ઠંડી રહેશે. જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દુષ્કાળના કારણે કૃષિ પાકને અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં આ આગાહીએ ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

બે દિવસ બાદ રાજ્યમાં ફરી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. એક જ રાત્રિમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો છે. રાજ્યના 12 શહેરોમાં ઠંડીમાં વધારો થયો છે. અમદાવાદમાં ભારે પવનને કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો છે. નલિયામાં 10.2 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 14.1 ડિગ્રી નોંધાયું હતું.

હવે હારમાં ઠંડીમાં વધારો થશે. અમદાવાદમાં ગરમીનો પારો 14.1 ડિગ્રીએ પહોંચી ગયો છે. 10 કિમીની ઝડપે પવન ફુંકાતા ઠંડીની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગાંધીનગરમાં 15.3 ડિગ્રી, વડોદરામાં 14.4, સુરતમાં 15.8, રાજકોટમાં 12.5, નલિયામાં 10.2, ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

માઉન્ટ આબુમાં તીવ્ર ઠંડી યથાવત છે. વર્ષ 2022ના છેલ્લા દિવસે શનિવારે બપોરથી મોડી રાત સુધી ઠંડીની અસર જોવા મળી હતી. નવા વર્ષની પહેલી સવારે, 1 જાન્યુઆરી, 2023 ના રોજ, નક્કી તળાવમાં ફસાયેલી એક બોટ બરફમાં થીજી ગયેલી મળી આવી હતી. માઉન્ટ આબુમાં સવારથી જ શિયાળાનો પ્રકોપ વધી ગયો હતો. લોકોએ આ કડકડતી ઠંડીમાં ફરવાની મજા માણી હતી. વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••