શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે,
तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् ।
भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् ।
તો હે પાર્થ ! એ મારામાં જ ચિત્ત પરોવનારા મારા પ્રેમી એકાન્તિક ભક્તોનો હું થોડા જ સમયમાં મૃત્યુરૂપ સંસાર-સાગરથી ઉદ્ધાર કરી દઉં છું. ( અધ્યાય બારમો, શ્લોક ૭ )વધુ વાંચો
ભગવાનની ભક્તિ આપણે સૌ કોઈ કરીએ છે, પરંતુ ભગવાનને કેવા ભક્તો પ્રિય છે તે વિશે શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે,
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च।
निर्ममो निरहंकार: समदु:खसुख: क्षमी ।
सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः।
मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः।
સર્વ ભૂત પ્રાણીમાત્રનો દ્વેષ નહિ કરનારો, નિઃસ્વાર્થપણે સર્વની મૈત્રી રાખનારો, અકારણ સર્વના ઉપર કરુણા રાખનારો, મમતાએ રહિત અને અહંકારે પણ રહિત, સુખ-દુઃખમાં સમ રહેનારો અને અપરાધીને પણ અભય આપવારૂપ ક્ષમા રાખનારો, અને જે ભક્ત-યોગી સદાય સંતોષી રહેતો હોય, મન ઈન્દ્રિયોને કાબુમાં રાખનારો અને મારા સ્વરૂપના દૃઢ નિશ્ચયવાળો હોય, મારામાં મન આદિક ઈન્દ્રિયો અને બુદ્ધિને અર્પણ કરીને મારી જ ભક્તિ કરનારો જે મારો ભક્ત તેજ મને પ્રિય છે. ( અધ્યાય બારમો, શ્લોક ૧૩, ૧૪ )વધુ વાંચો
શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે,
अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् ।
एतत् ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ।
આત્મસ્વરૂપના અનુસંધાન પૂર્વક પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ રાખવી અને તત્ત્વજ્ઞાનરૂપ અર્થનું દર્શન-સાક્ષાત્કાર કરવો. આ સઘળું જ્ઞાન છે અને આનાથી જે વિપરીત તે અજ્ઞાન જાણવું. ( અધ્યાય તેરમો, શ્લોક ૧૧ ) વધુ વાંચો
-
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues Solutions એ જૂનાગઢનું નામ ગૌરવવંતું કર્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમેલી વેલ્ફેર અંતર્ગત આવતી “પંજાબ સ્ટેટ્સ એઇડ્સ કંટ્રોલ સોસાયટી” ના લોગોને નવી રચના આપવાની જવાબદારી સતવાર રીતે, Topclues Solutions ને સોંપવામાં આવી હતી, જે તેણે સમયસર પૂર્ણ કરી હતી. તદુપરાંત આજરોજ આ…