વાળએ સ્ત્રીઓનો સુંદરતાનો શણગાર છે. આમ પણ દરેક મહિલાઓ વાળની સુંદરતાને જાળવી રાખવા માટે દરેક ઉંમરની સ્ત્રીઓ મથામણ કરતી રહેતી હોય છે. વાળ ખરવા લાગે તો પણ યુવતીઓ ચિંતાતુર થઈ જતી હોય છે એવામાં પોતાના જ વાળ કોઈને દાનમાં આપી દેવા માટે કેટલું મજબૂત મનોબળ જોઈએ તે સમજી શકાય એમ છે, ત્યારે આવી જ એક મહિલા કે જેમણે પોતાના ૪૦માં જન્મદિવસે પોતાના ૧૪ ઈંચના વાળનું દાન કરીને સમાજમાં એક અનોખો જ દાખલો બેસાડ્યો છે.

મુળ પોરબંદરના અને હાલમાં સેલવાસ વાપી ખાતે રહેતા હિરલબેન ઠક્કરે પોતાના ૪૦માં જન્મદિવસે કેન્સર પીડિતો માટે પોતાના વાળનું દાન કર્યું છે અને અનેક લોકોને આવું દાન કરવાની પ્રેરણા પણ આપી છે. મીડિયાને હિરલબેન જણાવ્યું હતું કે, ૧૦ વર્ષ પહેલાં મારા પિતાના પિતરાઈ બહેન વર્ષાબેન લંડનથી આવ્યા હતા અને એમણે ૫ વખત વાળનું દાન કરેલું છે.

આ કામ કરીને જે ખુશી મળે અને કામ કેટલું સારુ છે એના વિશે વર્ષાબહેન જણાવ્યું હતું, ત્યારબાદ હિરલબેનએ ફેસબૂક પર જોયું કે અલગ અલગ મહિલાઓ વાળનું દાન કરી રહી છે. આવા અનેક કિસ્સા જોઈને હિરલબેનને પણ અંદ૨થી એક નવી જ પ્રેરણા મળી અને થયું કે તેમના વાળનો પણ ઉપયોગ કરવામાં આવે.વધુ વાંચો

આમ પણ કહેવાય છે ને કે, આપણા જીવનમાં આપણી કોઈ વસ્તુ જો બીજાને મદદરૂપ થઈ શકતી હોય તે આપણે કેમ ન કરવું જોઈએ. એમ કરીને મે પણ વાળનું દાન કરવાનું વિચાયું. પુરી પ્રોસેસ વિશે વાત કરતા હિરલ બેન જણાવે છે કે કોઈપણ બ્યુટી પાર્લરમાં જઈ ચોટલો વાળી તેના કાપીને એક પ્લાસ્ટિક બેગમાં ભરી દેવાનો હોય છે. ત્યારબાદ મુંબઈ ચેમ્બુર ખાતે મદત નામની સંસ્થાને આ કુરિયર કરવાનું હોય છે. ત્યરબાદ એ લોકો મારા જેવી ૫ મહિલાના વાળ ભેગા થાય એમાંથી એક વિક બને અને કેન્સર પીડિત લોકો માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ વાંચો


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
(no title)
ભાગવત અને માર્કંડેય પુરાણમાં વર્ણવેલ 20 કિલો સોનું ધરાવતું ગર્ભગૃહ, મા વિંધ્યવાસિની …
(no title)
ધર્મેન્દ્ર-હેમા લગ્નઃ હેમા માલિનીએ પરિવારની મરજી વિરુદ્ધ ધર્મેન્દ્ર સાથે કર્યા લગ્ન, જાણો …