ગુજરાતનુ એક ગામ એવુ છે, જ્યાં જૂતા મારીને હોળી રમાય છે. જૂતુ વાગ્યુ તો સમજો બેડો પાર થઈ જાય. જોકે, હવે નવા જમાનાની સાથે ગામના લોકોએ 150 વર્ષ જૂની પરંપરાને થોડી બદલી છે. ગામમાં હવે શાકભાજીની પણ હોળી રમાય છે. વધુ વાંચો.

કોણ કહે છે કે, ધૂળેટી માત્ર રંગોથી જ રમી શકાય છે. એકબીજા પર માત્ર રંગો જ છાંટી શકાય છે. ગુજરાતનુ એક ગામ એવુ છે, જ્યાં જૂતા મારીને હોળી રમાય છે. જૂતુ વાગ્યુ તો સમજો બેડો પાર થઈ જાય. જોકે, હવે નવા જમાનાની સાથે ગામના લોકોએ 150 વર્ષ જૂની પરંપરાને થોડી બદલી છે. ગામમાં હવે શાકભાજીની પણ હોળી રમાય છે. વધુ વાંચો.

મહેસાણાના વિસનગરમાં ધૂળેટી પર્વે અનોખી ખાસડાં યુદ્ધની પરંપરા યોજાય છે. જેમાં લોકો એક બીજાને જુના પુરાણા ખાસડાં એટલે કે જૂત્તા મારે છે. અને જેને જુત્તું વાગી જાય એનો બેડો પાર થઇ જાય એવી માન્યતા છે. જેને જુત્તુ વાગે એનું આગામી વર્ષ શુભદાયી અને ફળદાયી નીવડે એવું માનવામાં આવે છે જેથી અહી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને ખાસડાં હોળી રમે છે. વધુ વાંચો.

જો કે, સમય જતા છેલ્લા થોડા વર્ષોથી ખાસડાની જગ્યાએ હવે શાકભાજીએ સ્થાન લીધું છે. એટલે કે, હવે એક બીજા ઉપર જૂતા નહિ પણ રિંગણા, ટામેટા, બટેકા મારવામાં આવે છે. 150 થી પણ વધુ વર્ષથી ચાલી આવતી પરંપરા જોવા પણ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે. વધુ વાંચો.

હોળીના પર્વે અંગારા પર ચાલવાની અનોખી પરંપરા
હોળી પર્વે મહેસાણાના વિસનગર નજીક આવેલા લાછડી ગામે અનોખી પરંપરા જોવા મળે છે. સળગતા અંગારા ઉપર ચાલીને અહી હોળીના તહેવારની ઉજવણી અનોખી પરંપરા જાળવવામાં આવે છે. લાછડી ગામે હોળી દહન પછી જે અંગારા ઠારવામાં આવે છે. અને તેના પર ગામના યુવાનો ખુલ્લા પગે ચાલે છે. આ પરંપરા વિષે ગામના લોકોનું કહેવું છે કે આ પ્રથા વર્ષોથી ચાલે છે, અંગારા પર ચાલવા પાછળ શું કોઇ ઇતિહાસ છે કે નહીં તેની ગામના કોઇને જાણકારી નથી. પરંતુ પેઢીદર પેઢી આ પ્રથા ચાલી આવે છે. વધુ વાંચો.

હોળીના દહન પછી પડેલા અંગારામાં ચાલવાનો વિચાર માત્રથી આપણા રૂવાંડા ઉભા થઇ જાય છે, ત્યારે લાછડી ગામે હોળીના દહન પછી જે અંગારાઓ પડે છે તેના યુવાનો, યુવતીઓ, બાળકો ખુલ્લા પગે ચાલે છે. આ પરંપરાને નિહાળવા માટે લોકો દુરદુરથી આવે છે. અંગારા પર ચાલતા લોકો જરા પણ દાજતા નથી. વધુ વાંચો.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …