bhagwat geeta

સંસારની મોહ વ્યક્તિથી ક્યારેય છૂટી નથી શકતો. ત્યાગ, સંયમના માર્ગ અપનાવ્યા છતાં આ મનુષ્ય ક્યારે સંસારના માર્ગે પાછા ફરે છે, જેનો ઉત્તર ગીતાના નવમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ આ ઉત્તર આપ્યો.

अश्रद्धानाः पुरुषा धर्मस्यास्य परंतप ।
अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्मनि ।

હે પરંતપ ! આ જ્ઞાનરૂપ ધર્મમાં શ્રદ્ધા નહિ રાખનારા પુરુષો, મને નહિ પામતા મૃત્યુની પરંપરાથી ભરેલા સંસાર-માર્ગમાં પાછા ફરે છે. ( અધ્યાય નવમો, શ્લોક ૩ )

દરેક વ્યક્તિ આ મનુષ્ય દેહ છોડીને આ આત્માને મોક્ષની કામના રહેલી હોય છે, પરંતુ આ ક્યારે શકીએ છે ?

मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ।

તું મારામાં જ મન રાખનારો થા ! મારામાં જ સ્નેહ રાખ ! મારું જ પૂજન કર ! અને મનેજ નમસ્કાર કર ! આ પ્રમાણે તું મત્પરાયણ થઈને મારામાં જ મન જોડીશ, તો નક્કી તું મનેજ પામીશ. ( અધ્યાય નવમો, શ્લોક ૩૪ )

ભગવાને ભાવ-ભક્તિથી ક્યારે ભજી શકાય છે, તેનો ઉત્તર શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં આ પ્રમાણે આપ્યો છે.

अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते ।
इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः।

હું જ સર્વ જગત્‌નો આદિ કારણભૂત છું અને મારાથી જ આ સઘળું વિશ્વ પ્રવર્તે છે. આ પ્રમાણે સમજીને ડાહ્યા-બુદ્ધિમાન માણસો, મારામાં ભાવ-ભક્તિએ યુક્ત થઈને મને જ ભજે છે. ( અધ્યાય દસમો, શ્લોક ૮ )

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી. 

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.

???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????

••••••••••••••••••••••••••••••••••

???? www.gamnochoro.com

FB: http://facebook.com/maragamnochoro

IG: http://instagram.com/maragamnochoro

••••••••••••••••••••••••••••••••••

#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu