ભવનાથમાં શિવરાત્રી મેળો શરૂ થયો છે. ત્યારે રેલ્વે વિભાગે મેળાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં જૂનાગઢથી રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.વધુ વાંચો

જૂનાગઢ શહેરમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશુક અહેમદે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળામાં ભીડને જોતા રેલવે પ્રશાસને મુસાફરોની સુવિધા માટે જૂનાગઢ-રાજકોટ અને જૂનાગઢ-કાંસિયા નેશ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.વધુ વાંચો

જૂનાગઢથી રાજકોટ મેળા સ્પેશિયલ ટ્રેન 15 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 સુધી (16.02.2023 અને 20.02.2023 સિવાય) ચલાવવામાં આવશે. આ દિવસોમાં આ વિશેષ ટ્રેન રાજકોટથી સવારે 10.40 કલાકે ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને બપોરે 12.45 કલાકે પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન જૂનાગઢથી 15.30 કલાકે ઉપડશે અને 17.55 કલાકે રાજકોટ પહોંચશે.વધુ વાંચો
આ ટ્રેન વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડલ, રીબાડા, કોઠારિયા સ્ટેશન અને ભક્તિનગર સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે.વધુ વાંચો

15 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન જૂનાગઢથી કાંસિયા નેશ સુધી મેળા સ્પેશિયલ ટ્રેન દોડશે. ઉપરોક્ત તારીખ મુજબ આ વિશેષ ટ્રેન જૂનાગઢથી સવારે 11.10 કલાકે ઉપડશે અને બપોરે 13.20 કલાકે કાંસિયા નેશ સ્ટેશન પહોંચશે.વધુ વાંચો
તેવી જ રીતે આ ટ્રેન કાંસિયા નેશથી 13.40 કલાકે ઉપડી જૂનાગઢ 16.00 કલાકે પહોંચશે. આ સાથે તે તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર અને સાતધાર સ્ટેશન પર રોકાશે. તેમજ ટ્રેન નં. 19119/19120 સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ, 09513/09514 વેરાવળ-રાજકોટ-વેરાવળ પેસેન્જર, 19207/19208 પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ અને 09522/09521 પં.વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.