સમગ્ર ગુજરાતમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે, જેમાં અનેક લોકોના કરૂણ મોત નિપજતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઇવે મોતની ચીસોથી ગૂંજી ઉઠ્યો હતો. પાટડીના અઢીયાણા ગામ પાસે મજૂરોને લઈ જઈ રહેલા ટ્રેક્ટર સાથે ટ્રક અથડાઈ હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ટ્રેક્ટર પર સવાર 15 જેટલા મજૂરો ઘાયલ થયા હતા. વધુ વાંચો.

તમામ ઇજાગ્રસ્તોને લોહી લુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મજૂરની ચીસોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ધ્રાંગધ્રા-માલવણ હાઈવે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અથડાતા લોહીલુહાણ થઈ ગયો હતો. વધુ વાંચો.
અકસ્માત બાદ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આ અકસ્માત અંગે જાણ થતા બજના પીએસઆઈ ડી.જે. ઝાલા અને ગોવિંદભાઈ ભરવાડ સહિત બજાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. બજણા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પી.એસ.આઈ. સંચાલન ડી.જે.ઝાલાએ કર્યું હતું. વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.