ડાંગમાં, ડાંગી આદિવાસીઓનો મોટામાં મોટા તહેવાર તે હોળી છે. અહીં ફાગણ સુદ આઠમથી હેાળીના તહેવારનું વાતાવરણ જોવા મળે છે. સામાન્ય રીતે ફાલ્ગુન સુદ પૂનમે હોળી હોય. ડાંગી લોકો આ દિવસને ‘શિમગા’ તરીકે ઓળખે છે.

‘શિમગા’ એ હેાળીનુ બીજું નામ છે. પૂનમે હોળી ઉજવ્યા બાદ રંગ પાંચમ સુધી હોળીના ગીતો અને વાદ્યોની મસ્તીમાં જ ડાંગી જનો જોવા મળે છે. વધુ વાંચો.

ઘર શણગારવું, ગાવું, ખાવુંપીવું અને નાચવું, એજ હોળીનો તહેવાર મનાવવાની રીત. ‘વસંત ઋતુ પૂરી થઇ છે, હવે તું ખેતરનાં કામે લાગી જા’ એજ સદેશ ડાંગી આદિવાસીઓને ‘હોળી’ આપે છે. વધુ વાંચો.

ડાંગ પ્રદેશ જંગલમય વિસ્તાર હેાવાથી અહીં લાકડાંની અછત નથી. એટલે ડાંગના ગામડે ગામડે ઠેર ઠેર મોટી મોટી હોળીઓ પ્રગટાવાય છે. આદિવાસી મુર્હુત જોઈ ને જ હોળી પ્રગટાવે છે. ડાંગીજન આને ‘હોળીબાઈનુ લગ્ન’ કહે છે. વધુ વાંચો.

હોળી પ્રગટાવતાં પહેલાં ડાંગી સ્ત્રીઓ, ડોંગરીચી માઊલી ડ ડ.. દેવાદારી ઉતરીલ ડ ડ, દેવાદારી ઉતરીલ ડ ડ ડ.. હાળીબાઈય્યા લગ્નાલા ડ ડ, દેવાદારી ઊતરીલ ડ ડ ડ.. કળીયાલા ઊચિત ડ ડ, ખાંભવાલા ઊચિત ડ ડ ડ.. ડોંગરીચી માઊલી ડ ડ…. આ ગીત ગાઈને ડુંગર માવલીને હેાળીબાઈનાં લગ્ન પ્રસંગે હાજર રહેવા વિનંતિ કરે છે. ત્યાર બાદ બધાં જ સ્ત્રી અને પુરુષો એકમેકની કમરમાં હાથ નાંખીને કુંડાળામાં ફરતાં ફરતાં, નાચતાં, ગીતો ગાતાં ગાતાં આખી રાત પસાર કરે છે. વધુ વાંચો.

કનચે મહિને ઊનીસે, ફાગુન મહિને ઊનીસે બાઈ ફાગુન મહિને ઊનીસે.. કાય કાય ભેટ લસીલે ?, બાઈ કાય કાય ભેટ લસીલા ? ખાંભ ભેટ લસીલા, બાઈ ખાંભ ભેટ લસીલે.. વધુ વાંચો.

‘હોળી’ ના ગીતો ખૂબ જ ઓછી સંખ્યામાં છે. જે ગીતો છે, તે ગીતો ડાંગભરમાં એક જ સૂરમાં ગવાય છે. વધુ વાંચો.


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …