પ્રતિભાશાળી વ્યક્તિને જીવનમાં કોઈપણ અવરોધ રોકી શકતો નથી. જો વ્યક્તિમાં પ્રતિભા હોય તો તે શારીરિક મર્યાદાઓથી બંધાયેલ નથી. મધ્ય પ્રદેશનો આ યુવાન સોફ્ટવેર એન્જિનિયર આ માટે નું ઉદાહરણ પૂરું પાડે છે. આ એન્જિનિયરને ભગવાને આંખો તો નથી આપી, પરંતુ તેમની બુદ્ધિ અસાધારણ છે. આ કારણે માઈક્રોસોફ્ટ જેવી વૈશ્વિક કંપનીઓએ તેને વાર્ષિક 47 લાખ રૂપિયાનું પેકેજ ઓફર કર્યું છે. માઈક્રોસોફ્ટે જ જાહેરાત કરી છે કે તેણે 25 વર્ષીય એન્જિનિયર યશ સોંકિયાને લગભગ અડધા કરોડનું પેકેજ ઓફર કર્યું છે. જય પાસે B.Tech ની ડિગ્રી છે અને તેણે સરકારી ભંડોળ ધરાવતી સંસ્થામાંથી એન્જિનિયરિંગ કર્યું છે.

યશે માઇક્રોસોફ્ટની ઓફર સ્વીકારી લીધી છે અને ટૂંક સમયમાં જ માઇક્રોસોફ્ટની બેંગલુરુ ઓફિસમાં જોડાશે. જોકે શરૂઆતમાં તેને થોડા સમય માટે ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે યશ માત્ર આઠ વર્ષનો હતો ત્યારે ગ્લુકોમાને કારણે તેણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. તે પછી તેણે સ્ક્રીન રીડર સોફ્ટવેરની મદદથી જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો.

એન્જિનિયર બન્યા પછી તેણે નોકરી શોધવાનું શરૂ કર્યું અને કોડિંગ શીખ્યા પછી, માઇક્રોસોફ્ટમાં નોકરી માટે અરજી કરી. ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યુ બાદ તેને સોફ્ટવેર એન્જિનિયરની પોસ્ટ માટે પસંદ કરવામાં આવ્યો છે.

યશ એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેના પિતા યશપાલ કેન્ટીન ચલાવે છે. તેઓ કહે છે કે યશને તેના જન્મના બીજા જ દિવસે ગ્લુકોમા થયો હતો. આ કારણે તે આંખોથી કંઈ જોઈ શકતો ન હતો. ધીરે ધીરે તેની આંખોની રોશની ઓછી થવા લાગી અને આઠ વર્ષની ઉંમરે યશની આંખો સાવ નકામી બની ગઈ. જો કે, તેણે હિંમત હારી નહીં અને સોફ્ટવેર એન્જિનિયર બનવા માટે સતત મહેનત કરી.

તેણે પાંચમા ધોરણ સુધી પોતાના જેવા વિશેષ બાળકો માટેની શાળામાં અભ્યાસ કર્યો. તે પછી તે નિયમિત શાળામાં ગયો જ્યાં તેની બહેને તેને ગણિત અને વિજ્ઞાન વિષયોમાં મદદ કરી. યશના પિતા યશપાલ કહે છે કે યશ મારો મોટો દીકરો છે અને તેના માટે મારા ઘણા સપના છે. આટલા સંઘર્ષ બાદ હવે તેનું પ્રોફેશનલ સોફ્ટવેર એન્જિનિયર બનવાનું સપનું સાકાર થઈ રહ્યું છે.

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી. 

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.

???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????

••••••••••••••••••••••••••••••••••

???? www.gamnochoro.com

FB: http://facebook.com/maragamnochoro

IG: http://instagram.com/maragamnochoro

••••••••••••••••••••••••••••••••••

#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu