નોરા ફતેહી બોલિવૂડની પોપ્યુલર ડાન્સર અને એક્ટર છે તેમને ઓછા સમયમાં ખૂબ જ ખ્યાતિ મેળવી છે. નોરા ફતેહી એટલી પ્રસિદ્ધ થઇ ગઈ છે કે આજે દરેક વ્યક્તિ તેમને જાણે છે. તેમણે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણું સહન કર્યું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં પોતાની સંઘર્ષ યાત્રા લોકો સાથે શેર કરી અને જણાવ્યું કે તેની સફર કેટલી મુશ્કેલીઓથી ભરેલી રહી છે.
નોરા ફતેહીએ જણાવ્યું કે જયારે તે ભારત આવી તે સમયે માત્ર તેમની પાસે 5000 રૂ. જ હતા. શેરિંગ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તે પોતે ભાડે શેરિંગ એપાર્ટમેન્ટમાં 9 છોકરીઓ સાથે રહેતી હતી. આ મારા તેમના માટે કોઈ આઘાતથી ઓછું ન હતું. તેણીએ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું – ક્યારેક હું વિચારતી હતી કે શું મેં ભારત આવીને સાચું કર્યું છે ? મારો આ નિર્યણ ખોટો તો નથી ને ?
પોતાના શરૂઆતના કામ વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું કે તેમને બહુ ઓછા પૈસા મળતા હતા. આ પૈસા એટલા ઓછા હતા કે તે માત્ર ઈંડા અને બ્રેડ ખાઈને કામ ચલાવતી હતી. તેમને કામ માટે કમિશન કાપીને પગાર આપવામાં આવ્યો હતો. મુંબઈ જેવા શહેરમાં આટલા પગારથી ટકી રહેવું કોઈપણ માટે મુશ્કેલ છે.
નોરા ફતેહી હાલમાં 32 વર્ષની છે. આ ઉંમરે નોરા બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. નોરાએ ભારતીય ટેલિવિઝન પર ઘણા ડાન્સિંગ શો જજ કર્યા છે. આ સિવાય બાટલા હાઉસ, બાહુબલી ધ બિગનિંગ, માર્ગો એક્સપ્રેસ, ક્રેક, એન એક્શન હીરો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આટલું જ નહીં, તેની પોતાના ડાન્સ માટે પણ ખૂબ પ્રખ્યાત છે.