2019ની લોકસભા ચૂંટણીમાં પીળી સાડી પહેરેલી મહિલા પોલિંગ ઓફિસરનો ફોટો વાયરલ થયો હતો. આ મહિલા પોલિંગ ઓફિસર 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં માત્ર આ મહિલાની જ ચર્ચાઓ થઈ હતી. કાલે ગુજરાતમાં ઇલેક્શન છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ પીળી વાળી મહિલા કોણ છે?

રીના દ્વિવેદી વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે પણ નગરામમાં ડ્યૂટી પર મૂકવામાં આવેલા અને આ દરમિયાન તેઓ વોટિંગ બુથ પર પીડી સાડી પહેરીને આવ્યા હતા. બસ આ કારણે તેઓ સોશિયલ મીડિયામાં તેના પહેરવેશ અને સુંદરતાને લીધે સોશિયલ મીડીયા પર ચર્ચામાં આવ્યા હતા અને સૌથી ખાસ વાત એ કે, જ્યાં તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા, ત્યાં 100 ટકા મતદાન થયું હતું.

રીના દ્વિવેદી યુપીના દેવરિયા જિલ્લાની રહેવાશી છે. તેમનો એક 13 વર્ષનો પુત્ર પણ છે. લખનૌના પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે કામ કરે છે.
તેમજ 2019ની લોકસભાની ચુંટણી બાદ તેઓ 2022માં મોહનલાલગંજ વિધાનસભા ક્ષેત્રના ગોસાઈગંજ બૂથ પર મોર્ડન લુકમાં જોવા મળ્યા હતા.આ ઘટના યાદ કરાવવાનો એક માત્ર હેતુ એ છે કે, કાલે અને 5 ડિસેમ્બરે અવશ્ય પેન મતદાન કરજો.