પંજાબમાં ફરી એકવાર દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા છે. આ વખતે શ્રી મુક્તસર સાહિબમાં એસએસપી ઓફિસની દિવાલો પર આ સૂત્રો લખવામાં આવ્યા છે. અહીં બીજી વખત આવું કૃત્ય થયું છે. દીવાલો ઉપર યાત્રા વિરોધી સ્લોગન લખવાના કિસ્સાઓ પહેલા પણ સામે આવ્યા હતા. વધુ વાંચો.
પંજાબના વાતાવરણને બગાડવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. એક વિડિઓ જાહેર થયો છે જે શીખ ફોર જસ્ટીસ દ્વારા થયો. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે દરેક ઘરમાં ગભરાટ ફેલાઈ ગયો છે. માત્ર આટલું જ સીમિત નહીં પરંતું રાહુલ ગાંધીને યાત્રા રોકવાની ધમકી પણ મળી છે.

વાસ્તવમાં રાહુલ ગાંધીની યાત્રા પંજાબથી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં એટલે કે 11 જાન્યુઆરી 2023ના રોજ શરૂ થવા જઈ રહી છે. રાહુલ ગાંધીને વધુ એક ધમકી મળી છે. રાહુલને પંજાબની સડકો પર વિરોધ કરવાની ચેતવણી આપવામાં આવી છે. સીએમ ભગવંત માનના ઘર પાસે મળેલો બોમ્બ હેલિપેડ પર પણ મળ્યો હતો.વધુ વાંચો.
રાહુલ ગાંધીને ધમકીઓ મળી હતી

રાહુલને બે અઠવાડિયા પહેલા પણ ધમકીઓ મળી હતી. રાત્રે શ્રી મુક્તસર સાહિબની સરકારી કોલેજની દિવાલો પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા સૂત્રો લખવામાં આવ્યા હતા. ખાલિસ્તાન ઝિંદાબાદના નારાની સાથે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે પણ ખોટા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે આ બાબતને ધ્યાનમાં લઈને તંત્રએ તરત જ આ સૂત્રો હટાવી દીધા હતા. આ કેસમાં પણ શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ સમગ્ર ઘટનાની જવાબદારી લીધી હતી.વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••