હાલમાં લગ્નનો માહોલ છે, ત્યારે સૌથી વધારે મહિલાઑને ચિંતા હોય છે કે, લગ્નમાં સૌથી સુંદર દેખાવવા માટે શું પહેરવું જોઈએ? આજે અમે આપને જણાવીશું કે, તમે માત્ર સાડી પહેરીને પણ બંધાથી અલગ દેખાઈ શકો છો. આજે અમે આપને જણાવીશું કે કઇ કઇ રીતે તમે સાડી પહેરીને અલગ દેખાઈ શકો છો.

લગ્નમાં મોટાભાગની મહિલાઓ સાડીમાં જોવા મળે છે. સાડી ભલે ઘરમાં સાદી રીતે પહેરી શકાય, પરંતુ કોઈપણ ફંક્શનમાં જતી વખતે સાડીને ખાસ અને અલગ રીતે પહેરવી જોઈએ. આજે સાડી પહેરવાની વિવિધ રીતો અહીં છે.

સાડી પહેરવાની બંગાળી શૈલી સૌથી લોકપ્રિય છે. બંગાળી સાડી પહેરેલી મહિલાઓ ફંક્શનમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. જો તમે પણ બંગાળી સાડી પહેરો છો, તો ખાતરી કરો કે તમારો મેકઅપ અને દેખાવ પરંપરાગત બંગાળી છે.

ફંક્શનમાં મરાઠી સ્ટાઇલની સાડીઓ પણ પહેરી શકાય છે. મરાઠી સ્ટાઈલની સાડી, નાકમાં નથ અને માથામાં ગજરા તમારા દેખાવમાં આકર્ષણ વધારશે.

લહેંગા સ્ટાઇલની સાડી પહેરવી છોકરીઓમાં વધુ લોકપ્રિય છે. દાંડિયા જેવા ફંક્શનમાં આ પ્રકારની સાડી પહેરી શકાય છે. આ પ્રકારની સાડી ચણીયા ચોલી જેવો લુક આપે છે.