lijat

સાતેય મહિલાઓએ ભેગા મળી 15 માર્ચના એ દિવસે નિશ્વય કર્યો કે પાપડ બનાવવાનું કામ કરીએ. તેઓએ છગનલાલ પારેખની મદદ લીધી. તેઓ સામાજિક કાર્યકર હતા. તેમને પોતાનો વિચાર જણાવ્યો. તેમની પાસેથી તેઓ 80 રૂપિયાની ઉધાર લીધા. તેમાંથી થોડો અડદનો લોટ નાખી અને હિંગ અને કાળાં મરચાં વગેરે જેવો કાચો માલ દુકાનેથી લીધો. અડદનો લોટ બનાવી, એમાં મસાલો ભેળવી અને પાપડ બનાવયા. 15માર્ચ 1959ના રોજ ઘરની છત પર પાપડ બનાવી સુકવ્યા. 80 પાપડ બન્યા. નજીકના એક દુકાનદારને વેચ્યા. પાપડની લિજ્જત સારી હતી, વેચાઈ ગયા. દુકાનદારે વધારે માંગ્યા.

લિજ્જત પાપડ આજે ઘરે ઘરે જાણીતા છે. દરેક ઘરમાં જમવા ભેગા લિજ્જતની હાજરી લિજ્જત આપી જાય છે. સારી ક્વોલિટી અને ખુબ સરસ ટેસ્ટ લિજ્જત પાપડ ની ઓળખ છે. જે સાત મહિલાએ ભેગા થઈ 60ના દસકામાં લિજ્જત પાપડની સ્થાપના કરી એમાં એક જસવંતીબેન પોપટ પણ હતાં. બીજા નામમાં પાર્વતીબેન, ઉજામબેન, બાનુબેન, લાગુબેન, જયાબેનનો પણ સમાવેશ થયો હતો. એક અન્ય મહિલા છે જેનું નામ ખબર નથી. જસવંતી બેન લિજ્જતના ફાઉન્ડર કેહવામાં આવે છે. મૂળે આ વિચાર તેમને કરેલ હતો. પરંતુ આ કંપની વાસ્તવમાં કોઈ એક માલિક દ્વારા ચાલતી નથી કેમકે! આજે એ કંપનીમાં 45 હજાર જેટલી મહિલાઓ કામ કરે છે. હા, લિજ્જત એ Co-Opretive ઓર્ગેનાઇઝેશન છે એટલે કે સહકારી સંગઠન. કંપનીનું આખું નામ “શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ છે”.

હાલમાં લિજ્જત પાપડની કુલ 81 જેટલી બ્રાન્ચ છે અને એમાં 45000 કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. દેશ નહીં પણ વિદેશમાં પણ આ પાપડ એ આગવી ઓળખ મેળવી છે. લિજ્જત પાપડ ની દરેક મહિલાઓને બેન તરીકે બોલવામાં આવે છે. ગામની આ બહેનોએ મળી કંપનીની મદદ થી ઘણાબધા નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ મેળવ્યા. 80 રૂપિયાથી શરૂ કરેલો આ વ્યવસાય આજે 16 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચ્યો ગયો છે. વિદેશમાં પણ લિજ્જતનું અંદાજે 80 કરોડ રૂપિયાનું નિકાસ બજાર છે.ગિરગામ મુંબઈમાં તેમનું હેડ ક્વાર્ટર આવેલું છે. મુંબઈના મુખ્ય હેડક્વાર્ટરમાં 21 મહિલાઓ ની કમિટી બનાવી છે, તેઓ લિજ્જતનો બધો જ કારોબાર સંભાળે છે. આ મહિલાઓ કોઈ હાઇપ્રોફાઇલ બેકગ્રાઉન્ડમાંથી આવેલી હોય તેવું બિલકુલ નથી. લિજ્જતમાં વર્ષોથી જેમણે કામ કર્યું હોય તેવી મહિલા અને જેમની સૂઝબૂઝ કંઈક વધારે હોય એવીજ મહિલાઓ ને અહીં સ્થાન મળે છે! કંપનીનો મુખ્ય ઉદ્દેશ ગરીબ મહિલાઓ ને રોજગાર મળી રહે એવો છે. ઘરની એકની એક મહિલા કામ કરવા જાય તો ઘર કોણ સંભાળે? લિજ્જતે આના માટે જબરદસ્ત વ્યવસ્થા ગોઠવી. માત્ર મુંબઈની જ વાત કરીએ તો લિજ્જતમાં કામ કરતી દરેક મહિલાઓને સવારમાં કંપનીની બસ લેવા આવે છે અને મૂકવા પણ જાઇ છે.

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી. 

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.

???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????

••••••••••••••••••••••••••••••••••

???? www.gamnochoro.com

FB: http://facebook.com/maragamnochoro

IG: http://instagram.com/maragamnochoro

••••••••••••••••••••••••••••••••••

#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu