લોક્સભા ચૂંટણી: લોક્સભા ચૂંટણી 2024માં લડી રહેલા રાજવી ઉમેદવારોના નામ અને તે કેટલા સમૃદ્ધ છે?

લોકસભા ચૂંટણી 2024 માટે તમામ મોટા પક્ષોએ ઘણી બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. શાસક ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પણ ઉમેદવારોની 2 યાદી જાહેર કરી છે.

હંમેશાની જેમ આ વખતે પણ આવા અનેક નેતાઓ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેઓ રાજવી પરિવાર સાથે સંબંધિત છે. હવે આ નેતાઓ લોકશાહીમાં ચૂંટણી જીતીને સત્તામાં આવવા માંગે છે.

સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની 2 યાદી જાહેર કરી છે, જેમાં 4 નામ રાજવી પરિવાર સાથે સંબંધિત છે. અહીં અમે તેમની પ્રોપર્ટી વિશે જણાવી રહ્યા છીએ.

 

બીજેપીએ મધ્યપ્રદેશની ગુના સીટ પરથી સિંધિયા રાજવી પરિવારના રાજકુમાર જ્યોતિરાદિત્ય સિંધિયાને ટિકિટ આપી છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે તેમની પાસે 375 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતરાઈ ભાઈ દુષ્યંત સિંહ પણ સિંધિયા શાહી પરિવાર સાથે સંબંધિત છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, તેમણે ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં તેમની 37 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી હતી.

ભાજપે મૈસૂર બેઠક પરથી યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયારને ટિકિટ આપી છે. તેઓ મૈસુરના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમની સંપત્તિ વિશે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ વાડિયાર વંશના અગાઉના રાજા શ્રીકાંતદત્તે 2004ની ચૂંટણીમાં તેમની સંપત્તિ 1.52 લાખ કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું.

ભારતીય જનતા પાર્ટીએ ત્રિપુરા પૂર્વ લોકસભા બેઠક પરથી કૃતિ સિંહ દેબબરમાને ટિકિટ આપી છે. તે પ્રદ્યોત દેવબર્માની મોટી બહેન છે. તેઓ ત્રિપુરાના રાજવી પરિવારના છે. કૃતિ સિંહની સંપત્તિ વિશે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ તેના પરિવારની સંપત્તિ કરોડોમાં હોવાનું કહેવાય છે.