કાલરીના વિર વચ્છરાજ સોલંકી અને પુનાબાના લગ્ન થઈ રહ્યા હોય અને રૂડા લગ્નગીત ગવાતા હોય ત્યા ગોવાળ આવીને જાણ કરે છે કે લુંટારાઓ આપણુ ગો-ધણ વા’રી ગયા છે…
○ એવા મંગલ વરતાણા રૂડે માંડવે.
ગાય વા’રી જાય દિધી ગોવાળે હાક રે, સોલંકી શુરો ચડ્યો રે
ધિંગાણે દાદો વાછરો….. વધુ વાંચો.


ગોવાળની ધા’ સાંભળી મીંઢોળબંધો વરરાજો વીર વચ્છરાજ ગાયોને બચાવવા ધર્મના ધીંગાણે ચડે છે અને લુટારૂના કબજામાંથી ગો-ધણ છોડાવી લગ્ન મંડપમા આવે છે…ગોર મહારાજ લગ્ન વિધી ચાલુ કરે છે. વધુ વાંચો.
ગોર મહારાજ : મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન….
લગ્ન મંડપમા મંગલીયા (લગ્ન ફેરા) ચાલતા હોય….પેલુ….બીજુ….અને ત્રીજુ મંગલ (લગ્ન ફેરા) વરતાય ગયા હોય અને ચોથા ફેરાની તૈયારી થતી હોય ત્યા ચારણની જોગમાયા આવીને ચોંધાર આંસુએ પોકાર કરે છે…….
○”ખાંડુ આવ્યુ ખાંખરે અને ધણ આવ્યુ ધણશેર
પણ જેના દુધડિયે દિવા બળે એવી વેગડ નો આવી વાછડા.” વધુ વાંચો.
ગો-ધણ અને બધી ભેંસોને તુ પાછી લઈ આવ્યો પણ જેના દુઘથી અમારા નેંહડાનુ ગુજરાન ચાલે છે તે વેગડ ગાય અને નાગ નામનો વાછરડો હજુ નથી આવ્યા…
○”પોખણ અને પરણવા તણી રાણા રમતુ મેલ,


ખેલ ખાંડાના ખેલ, મારી વેગડ કાજે વાછડા.”
વીરા વાછડા મારી ગાય અને નાનો વાછરડો નથી આવ્યા અને તને પરણવાના કોડ જાગ્યા છે….ક્યા તારી રજપુતાઈ….ક્યા ગઈ તારી શુરવીરતા….આ લગ્નની રમતુ મેલ અને થા ભાયડો મારી વેગડ કાજે ધીંગાણે ચડ….મરદ થા વીરા…..હવે ખેલ ખાંડાના ખેલ….કા હાથમા બંગડી પે’રી લે….. વધુ વાંચો.
ચારણ આઈના કડવા વેણ સાંભળી વિર વચ્છરાજ તલવારના ઝાટકે વરમાળા તોડી પુનાબાને કહે છે…
વિર વચ્છરાજ દાદા : રજપુતાણી જોવાય તો રાહ જોજો..હવે તો વેગડ ગાય અને નાના વાછરડાને બચાવી ને જ પાછો આવીશ….હવે જીવતા મુંઆના જાજા જુહાર…
પુનાબા : હુ પણ એક રજપુતાણી છુ, જો તમે પાછા આવશો તો લગ્નનો ચોથો ફેરો અહીયા ફરશુ નહીતર તમારી સાથે ચોથો ફેરો સ્વર્ગમા ફરીશ…
○”કાં મરજો ને કાં મારજો, તમે પીઠના દેશો લગાર, વધુ વાંચો.
નકર મોરી સૈયર મેણા બોલશે કેં આતો કાયર કંથની નાર”
તમે ધર્મના ધિંગાણામા જાવ છો, તો કા દુ:શ્મનોને મારજો ને કા ધીંગાણામા ખપી જાજો પણ પીછેહટ ના કરતા નહિતર મારી સખીઓ મને મહેણાં મારશે કે આતો કાયરની પત્નિ છે…
વિર વચ્છરાજ દાદા : હુ પણ એક રજપુતનુ સંતાન છુ.
○”રજપુત કેરા સંતાન મોતથી કદી ડરતા નથી.વધુ વાંચો.
જીંદગી કરે છે કુરબાન પણ પાછા પગલા ક્યારેય ભરતા
નથી.”
જીવતા હશુ તો પાછા મળશુ નહીતર આ છેલ્લા રામ-રામ કહી વેગડ ગાયની વા’રે લુંટારાઓ સાથે તલવારના તોરણે મરણિયો થઈ વીર વચ્છરાજ રણમેદાનમા ઉતરે છે….


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues …
ટ્રમ્પ જીતશે તો એલોન મસ્કને બનાવશે ‘ચીફ’ : જાણો ટેસ્લાના CEOને શું જવાબદારી મળશે?
Trump and Musk : ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક હંમેશા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ …