એક વાત સાચી છે કે. જેના નામથી આપણે દુનિયાભરમાં માન સન્માનથી રહીએ છીએ તો આપણી ફરજ બની જાય છે કે તે નામ પર ક્યારેય કાળો ડાઘ ન પડવો જોઈએ. મર્ણીધર બાપુએ મોગલનું નામ લખવા વિશે કહ્યું હતું કે ” જો તમે તમારી કાર અથવા અન્ય પર લખો છો તો તમારે શું જાણવું જોઈએ કે જો તમે અન્ય કોઈ વાહન પર મોગલનું નામ લખો છો અથવા જો તમે એવી કોઈ જ્વેલરી પહેરી છે કે જેમાં મોગલનો ફોટો છે જેમાં મોગલનું નામ લખેલું છે?
મણિધર બાપુએ કહ્યું કે મોગલ નામ રાખવામાં કોઈ નુકસાન નથી પરંતુ આ નામ ન લખવું જોઈએ.લોકો કાર પર મોગલ માંનું લખાવે અને કારની અંદર ગેરકાયદેસર કામ થતું હોય છે. આ કામ ક્યારેય ન કરવું જોઈએ કારણ કે માં મોગલના નામ પર લાછન લાગે છે. આ બધી બાબતો ક્યારેક ઘણી પીડાદાયક હોય છે. જો તમે મોગલમાંનું નામ લખો તો કોઈ ખોટું કામ ન કરો
જો તમે હાથમાં મોગલ લખાવતા હોય અથવા જો હાથમાં કે ગળામાં મોગલના નામનો દોરો કે છબી પહેરતા હોય તો તમારે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. જો તમે માતાજીની છબીવાળી વીંટી કે લોકેટ અને રક્ષાસૂત્ર પહેરો છો તો તેમાં કંઈ ખોટું નથી, પરંતુ માં મોગલના નામ પર કોઈ આંચ ન આવે એવા કામ ક્યારેય ન કરવા જોઇએ કારણ કે,જેના નામને સાથે રહીને તમે જીવન જીવો છો તો તેના નામ પર ડાઘ ન લાગવો જોઇએ.