વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા દરેક વ્યક્તિએ જોઈ જ હશે. 90ના દાયકાની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલની સાથે અમરીશ પુરીએ પણ પોતાના રોલથી ફિલ્મમાં આકર્ષણ જમાવ્યું હતું. આ ફિલ્મની સફળતાને ધ્યાનમાં રાખીને ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માએ ગદરની સિક્વલ બનાવી છે જે આગામી ચાર-પાંચ મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. વધુ વાંચો.

તમે જોયું જ હશે કે કોઈપણ ફિલ્મની રિલીઝ પહેલા મોટી હસ્તીઓ, ફિલ્મ નિર્દેશકો સોમનાથ મહાદેવ મંદિરમાં જાય છે અને તેમની ફિલ્મની સફળતાની કામના કરે છે. આ દરમિયાન ગદર 2 ના ડિરેક્ટર અનિલ શર્મા પરિવાર સાથે સોમનાથ મહાદેવ પહોંચ્યા. તેમની સાથે તેમનો પુત્ર ઉત્કર્ષ શર્મા અને તેમની પત્ની પણ જોવા મળ્યા હતા.વધુ વાંચો.
અહીં મીડિયા સાથે વાત કરતા ફિલ્મ ડાયરેક્ટર અનિલ શર્માએ કહ્યું કે ગદ્દર 2 નું શૂટિંગ લખનૌમાં ચાલી રહ્યું હતું જે હવે પૂર્ણ થઈ ગયું છે,
ફિલ્મ આગામી ચાર-પાંચ મહિનામાં રિલીઝ થશે. અનિલ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ ગદર કરતાં વધુ રોમાંચક અને ટ્વિસ્ટથી ભરપૂર હશે. ગદર 2 માં સની દેઓલ અને અમીષા પટેલનો ઓન-સ્ક્રીન પુત્ર જીત (અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા) મુખ્ય અભિનેતા તરીકે અને સિમરત કૌર અભિનેત્રી તરીકે જોવા મળશે.વધુ વાંચો.

અનિલ શર્માએ ખાતરી આપી છે કે આ ફિલ્મમાં દેશભક્તિ, લવ સ્ટોરી, સમુદાય સહિતની ઘણી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેથી આ ફિલ્મ ખૂબ જ રોમાંચક છે. આ વખતે આ ફિલ્મમાં ખાસ વાત એ છે કે ગદર 2માં અમારી હોટેલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા આસિફ બાપુ કાદરી આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. ગદર ફિલ્મ આમિર ખાનની લગાન સાથે રિલીઝ થઈ હતી પરંતુ ગદર ફિલ્મે લગાનને સારી ટક્કર આપી હતી.વધુ વાંચો.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.