સાતમા અધ્યાયમાંશ્રી કૃષ્ણ ઉપદેશ આપતાં જણાવે છે કે,
एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय ।
अहं कृत्स्नस्य जगत: प्रभव: प्रलयस्तथा।
સર્વ ભૂત અને પ્રાણીમાત્ર (એટલે કે બધા પ્રાણીઓ) આ બેમાંથી જે ઉત્પન્ન થાયછે એમ તું ધ્યાન માં રાખ ! અને તે બેય પ્રકૃતિ મારી હોવા થી હું જ સમગ્ર જગત્નો કારણ હાર છું અને પ્રલય અને નાશ કરનાર પણ હું પોતે જ છું. (અધ્યાય સાતમો, શ્લોક ૬ )
ભગવાન માત્ર મંદિરમાં રાખેલી મૂર્તિમાં જ દેખાય છે, પરંતુ શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે,
रसोहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः।
प्रणव: सर्ववेदेषु शब्द: खे पौरुषं नृषु ।
હેકૌન્તેય ! જળમાં રસ તે હું છું. શશીમાં અને સૂર્યમાં પ્રભા તે હું છું. સર્વ વેદો માં પ્રણવ – ૐ કાર હું છું આકાશ માં શબ્દ હું છું ને પુરુષોમાં પુરુષાર્થ તે હુંજ છું. (અધ્યાય સાતમો, શ્લોક ૮ )
શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે,
न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः ।
माययापहृतज्ञाना आसुरं भावमाश्रिताः ।
માયાના બળથી જેઓનું જ્ઞાન હરાઈ ગયેલું છે અને તેથી જ આસુર ભાવને આશરેલા એવા દુષ્કર્મી મૂઢ નરાધમો મારું શરણ લઈ શકતા જ નથી. (અધ્યાય સાતમો, શ્લોક ૧૫ )
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: http://facebook.com/maragamnochoro
IG: http://instagram.com/maragamnochoro
••••••••••••••••••••••••••••••••••
#GamNoChoro #GuaratiBhasa #MaruGamMaruAbhiman #Marugam #GujaratVillage #Choro #ગામનોચોરો #Gamdu